Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતલપુરના 6 ગામો સંપર્ક વિહોણા:NDRF ટીમ તૈનાત, કલેક્ટર-SPએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

    10 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે 6 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ પરિસ્થિતિને પગલે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગ (RB)ના અધિકારીઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકનો કાફલો પહોંચ્યો હતો. સાંતલપુરના 6 ગામો માર્ગ સંપર્કથી કપાઈ ગયા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા તંત્ર દ્વારા ટીમોને તાત્કાલિક સ્થળ પર રવાના કરવામાં આવી છે. સરહદી ગામોમાં ઇમરજન્સી કોલ સેન્ટર સક્રિય કરીને અધિકારીઓને કામગીરીમાં જોડવામાં આવ્યા છે. ખાસ કરીને, રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સાંતલપુરના વારાહી ગામે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આગામી ત્રણ કલાક માટે 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ:એશિયાનો સૌથી મોટો ચારણકા સોલાર પાર્ક ડૂબ્યો, નવસારીના પૂરગ્રસ્તોને ગાય-ભેંસ દીઠ 37,500 ચૂકવાશે
    Next Article
    પાદરાના અભોર ગામમાં મહાકાય મગરની એન્ટ્રી:10 ફૂટના મગરને જોઈ ગ્રામજનોમાં ફફડાટ, 4 કલાકની મથામણ બાદ સુરક્ષિત રેસ્ક્યૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment