Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહારનું ખાતા પહેલા સાવધાન!:શહેરમાં એનાલોગ પનીર અને ખરાબ સ્થિતિમાં ખાદ્ય પદાર્થ બનાવનાર 6 એકમ સીલ, પ્રહલાદનગરના KFC સામે પણ AMC કાર્યવાહી

    14 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ધંધાકીય એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર અને બટરનો ઉપયોગ, હળદરમાં વધુ પ્રમાણમાં સ્ટાર્ચ, વધુ પડતા પડેલા બળેલા તેલનો ઉપયોગ સહિત ગંદકી બદલ 6 એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગના અધિકારી ડો.તેજસ શાહે જણાવ્યું હતું કે, અગાઉ વિવિધ નમૂના કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આવ્યા બાદ એકમ અને જથ્થો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. નવરંગપુુરાની HL ફ્રેન્કીમાં વપરાતું પનીર એનાલોગ હતું નવરંગપુરા વિસ્તારમાં HL ફ્રેન્કીમાં બટર અને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે એનાલોગ હતા તેમજ અનહાઈજેનિક કન્ડિશન મળી આવી હતી. ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતે જય સોમનાથ ટી સ્ટોલમાં સેમ્પલ લેવામાં આવ્યું હતું, જે એનાલોગ જાહેર થયું હતું અને અનહાઈજેનિક કન્ડિશન મળી આવી હતી. નવરંગપુરા વિસ્તારમાં પ્રિન્સેસ લેનમાં દિલ્હી 6 પરાઠામાં મીડિયમ ફેટ પનીરનો નમુનો એનાલોગ જાહેર થયો હતો. તેમજ કિચનમાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી. જેના પગલે તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રહલાદનગરમાં KFC સીલ કરવાની કાર્યવાહી વટવા વિસ્તારમાં જાનકી એન્ટરપ્રાઈઝના રીટેલ યુનિટ પ્રાઈવેટ લિમિટેડમાંથી લીધેલા હળદરના નમૂનામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે મળી આવ્યું હતું. જેના પગલે કુબેરનગરના પીએમ ફૂડ્સમાં તપાસ કરી અને હળદર તેમજ મરચું સહિત મસાલાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રહલાદનગર વિસ્તારમાં પુષ્પક કોમ્પ્લેક્સ પાસે આવેલા KFCમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા તેલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં TPC એટલે કે બળતણનું પ્રમાણ ચેક કરવામાં આવતા વધારે મળી આવ્યું હતું. જેથી તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દાણીલીમડાની એશિયન બેકરીમાં 220 કિલો લોટ સહિતના જથ્થાનો નાશ ફૂડ વિભાગની ટીમ દ્વારા દાણીલીમડા વિસ્તારમાં છીપા સોસાયટીમાં ચાલતી એશિયન બેકરીમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઈપણ પ્રકારનું લાઈસન્સ અને રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નહોતું. પેકેટ ઉપર ખોટો લાયસન્સ નંબર દર્શાવવામાં આવ્યો હતો. ખૂબ જ મોટા પ્રમાણમાં જીવજંતુઓ અને ગંદકી જોવા મળી હતી. મેંદો અને સુગરનો 57 કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તૈયાર કરવામાં આવેલી બ્રેડ, બન અને બ્રેડ બનાવવાનો તૈયાર લોટ સહિતનો 220 કિલોનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Acer Predator Helios Neo 16S AI, Helios Neo 16 AI, Helios Neo 16 Launched in India: Price, Specifications
    Next Article
    રોબોટિક ટેકનોલોજીથી સર્જરી થઈ સરળ અને સુરક્ષિત:રાજકોટ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલમાં આધુનિક રોબોટથી 53થી વધુ જટિલ ઓપરેશન કરાયા, રૂ. 4.5 લાખની જટિલ સર્જરી માત્ર રૂ. 1 લાખ આસપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment