Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોબોટિક ટેકનોલોજીથી સર્જરી થઈ સરળ અને સુરક્ષિત:રાજકોટ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલમાં આધુનિક રોબોટથી 53થી વધુ જટિલ ઓપરેશન કરાયા, રૂ. 4.5 લાખની જટિલ સર્જરી માત્ર રૂ. 1 લાખ આસપાસ

    13 hours ago

    રાજકોટની બી.ટી. સવાણી કિંડની હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને અત્યંત નજીવા દરે આંતરરાષ્ટ્રીય કક્ષાની આધુનિક રોબોટિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોંઘી ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલોમાં જે જટિલ યુરોલોજીકલ તથા કિડની કેન્સરની રોબોટિક સર્જરીનો ખર્ચ રૂ. 4.5 લાખથી રૂ. 10 લાખ સુધી થતો હોય છે, તે જ રોબોટિક ઓપરેશન અહીં માત્ર રૂ. 1 લાખ આસપાસના રાહત દરે પૂરા પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં 53થી વધુ દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. હોસ્પિટલના રોબોટિક સર્જરી વિભાગ દ્વારા પાર્શિયલ નેફ્રેક્ટોમી, કિંડની કેન્સર સહિતની જટિલ યુરોલોજીકલ સર્જરીઓ તેમજ જન્મજાત જનનાંગની ખોડખાંપણ સંબંધિત સર્જરીઓ આધુનિક રોબોટિક ટેકનોલોજીની મદદથી સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે. હોસ્પિટલનાં પૂર્વ ચેરમેન ડો. વિવેક જોષીએ જણાવ્યું કે, રોબોટિક સર્જરી એ ડોક્ટરના હાથ માટે એક્સટેન્ડેડ આર્મ જેવું કામ કરે છે. જેના દ્વારા શરીરમાં ખાસ સાધનો અને કેમેરા મૂકી રોબોટને રિમોટલી ઓપરેટ કરાય છે. આ ટેકનોલોજીથી 3D અને મેગ્નિફાઇડ વ્યૂ મળતા ઝીણામાં ઝીણી નસો અને બારીક ટાંકા ખૂબ જ ચોકસાઈથી લઈ શકાય છે. રોબોટિક સર્જરીથી ઓછો રક્તસ્ત્રાવ, નાનો ચીરો, ઓછી પીડા ઉપરાંત ઝડપી રિકવરી જેવા અનેક લાભો દર્દીઓને મળે છે. હોસ્પિટલમાં અનુભવી તબીબો, સર્જનો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ ટીમ દ્વારા અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર ઉપલબ્ધ કરાવાય છે. ત્યારે જો આ રોબોટિક સર્જરીને 'મા' યોજનામાં પણ આવરી લેવામાં આવે તો વધુમાં વધુ દર્દીઓ તેનો લાભ લઈ શકશે. રાજકોટમાં ફૂડ વિભાગનું 48 પેઢીઓમાં ચેકિંગ, 2601 કિલો વાસી-અખાદ્ય જથ્થાનો નાશ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેલન્સ ચેકિંગ ઝુંબેશ દરમિયાન શહેરની એકંદર 48 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન લાયસન્સ, સ્ટોરેજની સાથે-સાથે હાઇજેનિક કન્ડિશનના અભાવ બદલ 8 પેઢીઓને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે નિયમોના ભંગ બદલ અલગ-અલગ પેઢીઓ પાસેથી રૂ. 8,500નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશ દરમિયાન ફૂડ વિભાગ દ્વારા અંદાજિત 2601 કિલોગ્રામ જેટલા વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં વિજય પ્લોટ સ્થિત 'શ્રીનાથજી ટ્રેડિંગ'માંથી ભેળસેળયુક્ત અને કલરવાળો અંદાજે 2570 કિલો મરચું, હળદર અને ધાણાજીરું પાવડર જપ્ત કરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નાશ કરાયો હતો. ઉપરાંત રૈયા ચોકડી, કોઠારીયા રોડ અને શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલી વિવિધ રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની દુકાનોમાંથી એક્સપાયરી બ્રેડ, બર્ગર બેઝ, સિરિયલ પ્રોડક્ટ અને લિક્વિડ ચીઝ જેવા અખાદ્ય ચીજવસ્તુઓના જથ્થાનો નાશ કરીને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. મનપાનો કાલાવડ રોડ પરનો સ્વિમિંગ પુલ જર્જરિત, તાત્કાલિક સમારકામ કરાવવા માંગ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મનપા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વીમીંગપુલ તંત્રની ઉપેક્ષાને કારણે અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાયો છે. હાલમાં સ્વિમિંગ દરમિયાન તુટેલી ટાઇલ્સની કાતિલ ધાર વાગતાં એક યુવાનને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. વર્ષ 2000માં શહેરીજનો માટે ખુલ્લા મુકાયેલા સ્નાનાગારમાં ઉનાળાની સિઝનમાં 4000 અને ઓફ સિઝનમાં 400 બાળકો સહિત 2000 થી 2500 જેટલા તાલીમાર્થીઓ આવે છે. પુલની અંદર અને બહારની ટાઇલ્સ તુટી ગઇ હોવાથી જો કોઇ સ્વિમર ડીપ ડાઇવ કરે તો માથામાં ગંભીર ઇજા કે ગળાની નસ કપાઇ જવાથી જીવનું જોખમ ઉભું થાય તેમ છે. આ ઉપરાંત અંડરગ્રાઉન્ડ સડેલી પાઇપલાઇનો અને ખુલી ગયેલા વાટાના કારણે પ્રતિદિન લાખો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. આ પુલનું તાત્કાલિક રિનોવેશન કરવા તરવૈયાઓ માંગ કરી રહ્યા છે. રેસકોર્સ સ્વિમિંગ પુલમાં VIP આવતા હોવાથી 10 વર્ષમાં 2 વખત રિનોવેશન કરી દેવાયું છે, જ્યારે અહીં બાળકો અને સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં હોવા છતાં તંત્ર નિષ્ક્રિય હોવાનો આરોપ પણ લગાવાઈ રહ્યો છે. જોકે રાજકોટ મનપાનાં સ્વિમિંગ પુલના મેનેજર હિતેષ ભાસોટીયાએ દિવ્યભાસ્કર સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ આ મામલે બાંધકામ શાખામાં રજુઆત કરી દેવામાં આવી છે. તેમજ ટૂંક સમયમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટાઇલ્સ ફિટિંગ, શાવર ચેન્જ કરવા સહિત તમામ જરૂરી રીનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. રા.લો. સંઘની 16 બેઠકો માટે 8 સપ્ટેમ્બરે મતદાન, ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ (રા.લો. સંઘ)ની ચૂંટણીનું જાહેરનામું સીટી પ્રાંત-2 અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રા.લો. સંઘની મંડળી જૂથની 15 અને વ્યક્તિગત 1 મળી કુલ 16 બેઠકો માટે આગામી 8 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે, જેમાં 61 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જાહેરનામા મુજબ, ઉમેદવારો 17 થી 20 ઓગસ્ટ દરમિયાન સવારે 11 થી 3 વાગ્યા સુધી જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ સીટી પ્રાંત-2 કચેરીમાંથી ઉમેદવારી ફોર્મ મેળવી તથા સબમિટ કરી શકશે. ભરાયેલા નામાંકન પત્રોની ચકાસણી 21 ઓગસ્ટે સવારે 11 વાગ્યે થશે અને માન્ય ઉમેદવારોની યાદી 22 ઓગસ્ટે પ્રસિદ્ધ કરાશે. ઉમેદવારી ફોર્મ 22 થી 27 ઓગસ્ટ સુધી પરત ખેંચી શકાશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી 29 ઓગસ્ટે જાહેર કરાશે. ત્યારબાદ 8 સપ્ટેમ્બરે સવારે 9 થી 2 વાગ્યા દરમિયાન મતદાન યોજાશે અને 9 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. રાજકોટના વોર્ડ નં. 14માં ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલના વિરોધમાં મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો રાજકોટના વોર્ડ નંબર 14માં આવેલી કોઠારીયા કોલોની ખાતે ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલના પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનપાના બાંધકામ અને ગાર્ડન વિભાગના અધિકારીઓ જ્યારે સ્થળ સર્વે માટે પહોંચ્યા ત્યારે કોઠારીયા કોલોનીના મહિલા મંડળે બાળકો સાથે થાળીઓ વગાડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. લત્તાવાસીઓનો આરોપ છે કે વોકળા પર આવેલા 75 વૃક્ષો કપાવાની ભીતિ છે અને વોકળા પર બાંધકામ થવાથી ચોમાસામાં ઘરોમાં ગોઠણસમા વરસાદી પાણી ભરાઈ જશે. બીજી તરફ કોર્પોરેશનનાં અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વોકળામાં બોક્સ કલવર્ટ બનાવાશે અને પાર્કિંગમાં આવતા વૃક્ષો કાપવામાં નહીં આવે. જોકે, કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાએ યોગ્ય ખુલાસો નહીં થાય તો આંદોલનની ચીમકી આપી છે. રાજકોટમાં ગેરકાયદેસર ખડકાયેલા ધાર્મિક દબાણો મામલે 17 ઓગસ્ટે કલેક્ટર કચેરીમાં બેઠક રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે ખડકાયેલા ધાર્મિક દબાણોના મામલે આગામી તા.17ને સોમવારના સાંજે 4 વાગ્યે વિવિધ વિભાગોના અધિકારીઓની સમિક્ષા બેઠક જીલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશ દ્વારા બોલાવવામાં આવી છે.જેમાં અધિકારીઓની તા.31 ડીસેમ્બર 2020ની સ્થિતિની યાદીના ધાર્મિક દબાણોની સ્થળ તપાસ કરી આવા દબાણોના અક્ષાંશ, રેખાંશ, ગામનું નામ, સર્વે નંબર, તારીખ, દબાણગ્રસ્ત જગ્યાનું નામ સહિતના રીપોર્ટ અને ફોટોગ્રાફ સાથે આ બેઠકમાં ઉપસ્થિત રહેવા આદેશ કરાયો છે.અહીં એ ઉલ્લેખનીય છે કે રાજયમાં જાહેર સ્થળો, માર્ગો પર ખડકાયેલા અનઅધિકૃત ધાર્મિક દબાણોના મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા દાખવાયેલી ગંભીરતા અને કરાયેલ ટકોર બાદ વહીવટી તંત્ર હરકતમાં આવી જવા પામેલ છે. જેના પગલે તાબડતોબ આ સમીક્ષા બેઠક આયોજીત કરવામાં આવી છે.આ બેઠકમાં પોલીસ કમિશ્ર્નર, પોલીસ અધિક્ષક, જીલ્લા વિકાસ અધિકારી, પ્રાદેશિક કમિશ્ર્નર, નેશનલ હાઈવે ઓથોરીટીના પ્રોજેકટ ડાયરેકટર, પીજીવીસીએલના ઈજનેર, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર, રાજકોટ શહેર અને ગ્રામ્યના પ્રાંત અધિકારીઓને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બહારનું ખાતા પહેલા સાવધાન!:શહેરમાં એનાલોગ પનીર અને ખરાબ સ્થિતિમાં ખાદ્ય પદાર્થ બનાવનાર 6 એકમ સીલ, પ્રહલાદનગરના KFC સામે પણ AMC કાર્યવાહી
    Next Article
    સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 'હર ઘર તિરંગા' રંગોળી સ્પર્ધા:આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત સહિતના વિષયો રજૂ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment