Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની ફીરદોશ સોસાયટીમાં 6 જુગારી ઝડપાયા:A ડિવિઝન પોલીસે ₹75,230ના મુદ્દામાલ સાથે કાર્યવાહી કરી

    6 days ago

    સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની ફીરદોશ સોસાયટીમાં જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા છ શખ્સોને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹75,230નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે જુગાર રમતા આરોપીઓ પાસેથી રોકડા ₹15,230, ગંજીપાનાના 52 નંગ પાના, બે મોબાઈલ ફોન જેની કિંમત ₹1,000, અને બે મોટરસાયકલ જેની કિંમત ₹50,000 સહિત કુલ ₹75,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના I/C પોલીસ અધિક્ષક વેદીકા બીહાની (IPS)ના નિર્દેશ મુજબ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારના કેસો શોધી કાઢી આવી બદીને નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.સંગાડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. એ.એસ.આઈ. ડી.જે. વાઘેલા, વિજયસિંહ પ્રવીણસિંહ પરમાર, પો.હેડ.કોન્સ રાજદીપસિંહ નારણભા ડોડીયા, મહાવીરસિંહ વજેસંગભાઈ બારડ, પો.કોન્સ મનસુખભાઈ માનસંગભાઈ જમોડ, ધવલસિંહ ચંદુભા સિસોદીયા, અને રાજુભાઇ જીવણભાઇ પઢેરીયા સહિતની ટીમે એ.એસ.આઈ. ધનરાજસિંહ જશુભા વાઘેલાની બાતમીના આધારે ફીરદોશ સોસાયટીની આડી લાઈન પાસે દરોડો પાડ્યો હતો. જેમાં પરવેઝભાઈ ઉર્ફે સદામ ઈબ્રાહીમભાઈ ખોજાણી (ઉ.વ.29, રીક્ષા ડ્રાઈવર), વિજયભાઈ અવસરભાઈ વિરમગામી (ઉ.વ.32, ચોકીદાર), અજયભાઈ ધીરૂભાઈ ભંકોડીયા (ઉ.વ.22, કડીયાકામ), દેવશીભાઈ જકશીભાઈ જખાણીયા (ઉ.વ.42, મજુરી), દલસુખભાઈ ચોથાભાઈ ગોઢકીયા (ઉ.વ.44, મજુરી), અને શેરખાન મુરાદભાઈ મમાણી (ઉ.વ.28, મજુરી)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ સુરેન્દ્રનગરના રહેવાસી છે.
    Click here to Read More
    Previous Article
    આરોપી ભાગી જવાના કેસમાં ફરજમાં બેદરકારી બદલ PSI પાટીલ સસ્પેન્ડ:વડોદરામાં બાળકી પર દુષ્કર્મ કેસનો આરોપી કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને ભાગી છૂટ્યો'તો
    Next Article
    Rhea Kapoor Shares First Photo Of Sonam Kapoor And Anand Ahuja's Baby Boy, Celebs React

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment