Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત:દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત, ભાવનગરના સિંધી પરિવારના 9 લોકો ડેલહાઉસી જતા હતા ને કાળ ભેટ્યો

    11 hours ago

    ભાવનગરથી મનાલી ફરવા ગયેલા સિંધી સમાજના 9 લોકો સાથે કાર હિમાચલ પ્રદેશના ચંબા-નૂરપુરના નેશનલ હાઈવે પરની ખાઈમાં ખાબકી હતી. જેમાં હિમાચલના એક ડ્રાઈવર અને ગુજરાતના 5 લોકોનાં મોત થયા છે. જ્યારે પોલીસે 4 લોકોને ખાઈમાંથી સલામત રીતે બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. એક જ પરિવારના દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ, આજે વહેલી સવારે 3.30થી 4 વાગ્યા દરમિયાન પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ પ્રવાસે નીકળ્યો હતો, ત્યારે ચંબા નજીકના હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી. વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇનોવા ક્રિસ્ટા કારમાં ગુજરાતના પ્રવાસીઓ મનાલીથી ડેલહાઉસી જઈ રહ્યા હતા. અકસ્માત સમયે ભારે વરસાદ પણ પડી રહ્યો હતો. ‘ભારે વરસાદ દરમિયાન કારે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગયાનું અનુમાન’ ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4ને માથામાં ઈજા થઈ હતી. છઠ્ઠા મૃતકની ઓળખ જસવંત કુમાર (51) તરીકે થઈ હતી, જે મંડી જિલ્લાના જોગીન્દરનગર તહસીલના કોહરા ગામના રહેવાસી હતા. તે પ્રવાસીઓને લઈ જતી કારના ડ્રાઈવર હતા. તેને વધુમા કહ્યું કે, પોલીસે ખાઈમાંથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વરસાદને કારણે માટી લપસણી થઈ શકે તેથી, એવી શક્યતા છે કે ભારે વરસાદ દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગયાનું અનુમાન છે. દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત મૃતક લલિતભાઈના મિત્ર સુરેશ માખેજાએ જણાવ્યું હતું કે, મૃતક લલિતભાઈ ફતનાની જેઓ ભાવનગરના ઘોઘાસર્કલ છાપરું સોસાયટીમાં રહેતા હતા અને બ્રોકરેજનું કામ કરતા સાથે સમાજ સેવક પણ હતાં. લલિતભાઈ ફતનાની અને એ લોકો બધા મનાલી ફરવા ગયા હતાં અને રાત્રે અઢી વાગ્યે એ લોકો રિટર્ન થતા હતાં, પછી ડ્રાઈવરે ગાડીનો કાબૂ ગુમાવ્યો અને ખાઈમાં ગાડી પડી ગઈ હતી. માખેજાએ વધુમાં કહ્યું કે, મૃતકોમાં એક લલિતભાઈ ફતનાની (ઉ.વ 59) છે, તેમના પત્ની સોનિયાબેન અંદાજિત (ઉ.વ ,56) એમની દીકરી કાજલબેન (ઉ.વ 36), લલિતભાઈના જમાઈ પ્રિયાંકભાઈ (ઉ.વ.39) અને એક તેમનો દીકરો દિવ્યાંશુ 9 વર્ષ સહિત 5નાં મોત થયા છે. જ્યારે લલિતભાઈના દીકરા મયંકભાઈ, તેના પત્ની ફોરમબેન અને તેનો દીકરો જિયાંશ અને તેના જમાઈની દીકરી પ્રિયાંશી અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ આ દુર્ઘટનાના સમાચાર ભાવનગર પહોંચતા પરિવારજનો, મિત્રો અને ઓળખિતાઓમાં ભારે ચિંતા અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમજ ભાવનગરના સિન્ધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણી સતત હિમાચલ પ્રદેશ પ્રશાસન સાથે સંપર્કમાં રહી જરૂરી સહાય અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યા છે. મૃતદેહો વતન લાવવા સમાજના 3 આગેવાનો મનાલી જવા રવાના થયા છે. આવતી કાલ સાંજ સુધીમાં મૃતદેહ આવે તેવી શકયતા છે. ‘ફતનાની અને ભોપાણી ફેમિલીના કુલ 9 લોકો હિમાચલ પ્રવાસમાં ગયા હતાં’ સિન્ધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે, આજે સિંધી સમાજ માટે અને તમામ ભાવનગરવાસીઓ માટે ખૂબ દુઃખદ સમાચાર છે. રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ મને મયંકભાઈનો કોલ આવ્યો કે અમે હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયા હતા અને અમને અકસ્માત નડ્યો છે. તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે, ડિઝાસ્ટર સાથે વાત કરીને, તે લોકોને તે સ્થળે સુવિધાઓ મળી રહે અને સારવાર મળી રહે તેના માટે વાત કરી હતી. કમલેશ ચંદાણીએ વધુમાં કહ્યું કે, ફતનાની અને ભોપાણી ફેમિલીના કુલ 9 લોકો હિમાચલ પ્રવાસમાં ગયા હતાં. જેમાંથી 4 લોકો અત્યારે સારવાર હેઠળ છે અને 5નું દુઃખદ મોત થયું છે. સમાજમાં ખૂબ દુઃખ છે. પણ હિમાચલ પ્રદેશના તમામ તંત્રે અને અત્યારે ગુજરાત પ્રદેશમાં પણ જ્યારે અમે અમારા સ્થાનિક ધારાસભ્ય, શહેર અધ્યક્ષ અને મંત્રીઓને વાત કરી એટલે મંત્રીઓ અને શહેર અધ્યક્ષ અને તમામ પ્રદેશના આગેવાનોએ ખૂબ સારી રીતે અહિંયા મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે અને મદદનું કામ ચાલુ પણ થઈ ગયું છે. ‘મૃતકના પરિવારમાંથી, સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા’ કમલેશ ચંદાણીએ કહ્યું કે, હાલમાં સારવાર હેઠળ 4 લોકો છે, તેઓ અત્યારે ખતરાથી બહાર છે. અને 5 લોકોના મોત થયા છે, એમાં અમારા સમાજના વડીલ અને ખૂબ સમાજસેવક એવા આપણા લલિતભાઈ ફતનાની અને એમના જમાઈ અને દીકરી અને તેના પત્નીનું મોત નિપજ્યું છે. હાલમાં અત્યારે મૃતકના પરિવારમાંથી, સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા છે. સાંજ સુધી સ્થળે પહોંચી જશું. આગળની વિધિ માટે ત્યાં જે સરકારી પ્રોસેસ છે એ પૂર્ણ કરીને પરત ભાવનગર આવવાનું પ્લાનિંગ છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીનું મહાદેવને નમન; વિશેષ પૂજા પૂર્ણ:11 તીર્થના પવિત્ર જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક; સૂર્ય કિરણ ટીમે કર્યા સોમનાથના આકાશમાં અદભુત કરતબો
    Next Article
    બે શખસ વચ્ચે પથ્થરમારો અને લાકડીઓ વડે મારામારી, VIDEO:બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને છરીથી હુમલો કરતા મામલો બિચકયો, ત્રણને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment