Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર જિલ્લાની 6 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે મતદાન:892 મતદાન મથકોમાં મતદાન કરી શકશો, 7.22 લાખ મતદારો 399 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

    2 days ago

    ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ હવે તેના અંતિમ તબક્કે પહોંચ્યો છે. આજે રવિવારના રોજ સવારથી જ જિલ્લા પંચાયત, કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયત તેમજ કલોલ અને દહેગામ નગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં કુલ 163 બેઠકો પર રસાકસી જોવા મળી રહી છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો મળી કુલ 399 પ્રતિસ્પર્ધીઓ મેદાનમાં છે. આજે 7.22 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં કેદ કરશે. 7.22 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે આજે યોજાનાર ચૂંટણી વિગતો મુજબ, ગાંધીનગર જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો જેમ કે સમો, લોદરા અને ચરડા બિનહરીફ જાહેર થતા હવે 25 બેઠકો પર જ મતદાન યોજાશે. તેવી જ રીતે માણસા તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી 6 બેઠકો અને દહેગામ પાલિકાની 11 વોર્ડની 44 બેઠકો પૈકી 4 બેઠકો બિનહરીફ થઈ છે. આ સંજોગોમાં બાકી રહેલી બેઠકો પર રસાકસીનો જંગ જામશે. આંકડાકીય રીતે જોઈએ તો, 3.74 લાખથી વધુ પુરુષો અને 3.47 લાખથી વધુ મહિલા મતદારો મળી કુલ 7,22,921 મતદારો આ લોકશાહીના પર્વમાં ભાગ લેનાર છે. 892 મતદાન મથકો, 211 મથકો સંવેદનશીલ તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના કુલ 892 મતદાન મથકો પૈકી 211 મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ મથકો પર ભૂતકાળની ઘટનાઓ અને પક્ષો વચ્ચેની હરીફાઈને ધ્યાનમાં રાખીને વધારાનો પોલીસ કાફલો અને હથિયારધારી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગાંધીનગર તાલુકા અને કલોલ નગરપાલિકાના અમુક વિસ્તારોમાં ચુસ્ત મોનિટરિંગ રાખવામાં આવશે. મતદારોને ગરમીથી બચાવવા તંત્રની વ્યવસ્થા જિલ્લા કલેક્ટર રવિન્દ્ર કઠોલાએ નાગરિકોને આગ્રહપૂર્વક મતદાન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે મતદાન એ માત્ર હક નથી પણ રાષ્ટ્ર પ્રત્યેની પવિત્ર ફરજ છે. વર્તમાન ઉનાળાની સિઝન અને કાળઝાળ ગરમીને જોતા વહીવટી તંત્ર દ્વારા દરેક મતદાન મથકે મતદારો માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં છાંયડા માટે શેડ, પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા અને વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થાનો સમાવેશ થાય છે, જેથી કોઈ પણ મતદારને તકલીફ ન પડે અને તેઓ ઉત્સાહપૂર્વક લોકશાહીના આ મહાપર્વમાં જોડાઈ શકે.
    Click here to Read More
    Previous Article
    મધ્ય ગુજરાતની તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરુ:અમદાવાદ, વડોદરા સહિતના 11 જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારોના ભાવિ મતદારો નક્કી કરશે
    Next Article
    Gujarat Local Body Election 2026 Voting LIVE | સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મહાકવરેજ લાઈવ | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment