Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 ફૂટ ઊંચાઇ, હીરો જેવો લુક ને 80થી વધુ ગુના:ખૂંખાર મુકેશ બાવાજી માટે શીતલે પતિને છોડી દીધો, કુહાડીના ઘા થતાં ડાઇનિંગ ટેબલ પર ઢળી પડ્યો

    1 day ago

    19 જૂન, 2012ની રાત હતી. ઘડિયાળમાં બરાબર 10 વાગ્યાના ડંકા વાગી રહ્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં બધા જમીને સૂવાની તૈયારી કરતા હતા. ગામની મુખ્ય બજારો તો ક્યારની બંધ થઇ ચૂકી હતી. પાનના ગલ્લા અને સોડાની દુકાનો હજુ ધમધમતા હતા. આવા સમયે એક વ્યક્તિ પોતાના ઘરે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી રહી હતી ને પાછળથી 2 બુકાનીધારીઓ આવ્યા ને કુહાડી, ધારિયા વડે તેના પર તૂટી પડ્યા. થોડી જ ક્ષણોમાં તેનું માથું નાળિયેરની જેમ વધેરાઇ ગયું અને તે ત્યાં જ ઢળી પડ્યો. પોતાનું કામ પતાવીને બુકાનીધારીઓ ભાગી ગયા. જેની હત્યા થઇ એ બીજું કોઇ નહીં પણ સૌરાષ્ટ્રમાં એક સમયે જેના નામની હાક વાગતી તે કુખ્યાત હિસ્ટ્રીશીટર મુકેશ બાવાજી હતો. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાત એ સનસનાટીભર્યા હત્યાકાંડની. આંગડિયા પેઢીના સંચાલકો જેનું નામ સાંભળીને ધ્રુજી જતાં એટલું જ નહીં નજર સામે હોવાં છતાં સ્થાનિક પોલીસ પકડવાની હિંમત કરતી નહીં એવા અત્યંત ઝનૂની અપરાધી મુકેશ ચેતનદાસ અગ્રાવત ઉર્ફે મુકેશ બાવાજીની ઘાતકી હત્યાના સમાચાર ગણતરીની મિનિટોમાં જ પોલીસ સુધી પહોંચી ગયા હતા. જેથી ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસના ધાડેધાડા ભાયાવદરમાં ઉતરી પડ્યા હતા. સોપારી લઇને હત્યા કરવી, આંગડિયા પેઢીમાં લૂંટ કરવી, ધાડ, અપહરણ અને હત્યા સહિત 80થી વધુ ગંભીર ગુના જેના ઉપર બોલતા હતા એવા ઝનૂની મુકેશને તેના જ ઘરમાં મારવાની હિંમત કોણ કરી શકે? ઘરમાંથી લૂંટ પણ થઇ હોવાથી પોલીસ ચકરાવે ચડી હતી. આખા ઘટનાક્રમ વિશે જાણતાં પહેલાં ફ્લેશબેકમાં જઇને મુકેશ વિશે જાણવું જરૂરી છે. ભાયાવદર ગામમાં શ્રીમંત ખેડૂત તરીકે જેની ગણના થતી હતી એ ચેતનદાસ બાવાજીના 3 પુત્રોમાંથી એક પુત્ર સૈન્યમાં હતો, બીજો પુત્ર 100 વીઘા જમીનમાં ખેતી સંભાળતો હતો. ત્રીજો પુત્ર મુકેશ નજીકમાં આવેલા ધારાગઢના ગુનેગારોની સોબતમાં આવીને માત્ર 16 વર્ષની ઉંમરે જ ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો. મુકેશનો પરિવાર એટલો સુખી સંપન્ન હતો કે તે કંઇ કામ કર્યા વિના બેઠા બેઠા ખાય તો પણ સાત પેઢી ચાલે પણ ખરાબ સોબતના કારણે અવળા રસ્તે ચડી ગયેલો મુકેશ અજાણતા જ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યો અને પછી એટલો આગળ નીકળી ગયો કે હવે તેનું પાછું ફરવું અશક્ય હતું. મુકેશ સૌરાષ્ટ્રમાં પોલીસની ઉંઘ ઉડાડી દેનારી નામચીન તાજીયા ગેંગનો સભ્ય હતો. ગેંગના રફીક બાપુડી અને રજાક સોપારી, રફીકના ભાઇ અનવર ઉપરાંત ભૂરો સહિતના સાગરિતોએ શ્રેણીબદ્ધ આંગડિયા લૂંટ કરીને હાહાકાર મચાવી દીધો હતો. લૂંટારુ ટોળકીના સરદાર રફીક બાપુડીથી લઇને ટોળકીના તમામ સભ્યો ગુનાખોરી અને ક્રૂરતામાં એક બીજાને પાછળ રાખી દે તેવા હતા. પોલીસ ઉપર હુમલો, ફાયરિંગ આ ટોળકી માટે સામાન્ય બાબત હતી. આખી ટોળકીમાં મુકેશ બાવાજી અલગ તરી આવતો હતો. પૂરા 6 ફૂટની ઊંચાઇ, ઉજળો વાન, લાંબા વાળ, અણીયાળું નાક, લીંબુના ફાડા જેવી આંખ અને કસાયેલું શરીર, કોઇ હિન્દી ફિલ્મના અભિનેતા જેવા લાગતા મુકેશના જીવનમાં અનેક યુવતીઓ આવીને ચાલી ગઇ હતી. રાજ્યભરમાં ગાજેલા મિતી ટ્રિપલ મર્ડર કેસમાં પણ મુકેશ બાવાજી, રફીક બાપુડીને પોલીસ શોધી રહી હતી ત્યારે મુકેશ પોરબંદરના રાણાવાવમાં સ્થાયી થઇ ગયો હતો અને એક ટ્રાન્સપોર્ટરને ત્યાં નોકરી કરવા લાગ્યો હતો. એક દિવસ પોલીસને સફળતા મળી અને રફીક બાપુડી ગેંગ ઝડપાઇ ગઇ. જો કે તે લાંબો સમય પોલીસની પકડમાં ન રહી. પડધરી પોલીસનો જાપ્તો તોડીને ગેંગ ભાગી ગઇ. ગેંગના સભ્યો વિખેરાઇ ગયા. આ સમયે મુકેશ બાવાજીએ ગેંગના સરદાર રફીક બાપુડીને રાણાવાવમાં આશરો પૂરો પાડ્યો હતો. થોડા સમય પછી રફીક બાપુડી રાણાવાવ છોડી અમદાવાદ ભાગી ગયો હતો પણ ગેંગે આંગડિયા લૂંટ કરવાનું ચાલુ રાખ્યું. ટોળકી સમયાંતરે ભેગી થઇને લૂંટને અંજામ આપીને વિખેરાઇ જતી હતી. ટ્રાન્સપોર્ટરને ત્યાં નોકરી કરતો મુકેશ જ્યારે લૂંટ કરવા જવાનું હોય ત્યારે ટોળકીમાં સામેલ થઇ જતો. ટ્રાન્સપોર્ટરને અન્ય એક કર્મચારીની સ્વરૂપવાન પત્ની લીલી સાથે મન મળી ગયું હતું. ટ્રાન્સપોર્ટર અને લીલી વચ્ચે ઉંમરમાં મોટો તફાવત હતો પરંતુ લીલીને તેનાથી મોટી ઉંમરના ટ્રાન્સપોર્ટર સાથે લગાવ થઇ ગયો હોવાથી તેને કોઇ રોકી શકે તેમ નહોતું. શેઠના પ્રિય પાત્ર લીલી અને મુકેશ રોજ આમને સામને પસાર થતાં ત્યારે બન્નેની આંખ મળી ગઇ હતી. બન્ને વચ્ચે શબ્દોના ઉચ્ચાર વિના માત્ર નજરોથી ઘણી વાત થવા લાગી. એક દિવસ એવો આવ્યો કે લીલી પોતાના માટે નાણાંના કોથળા ખુલ્લા મુકી દેનારા ટ્રાન્સપોર્ટરને છોડી ડ્રાઇવર મુકેશને દિલ દઇ બેઠી હતી. એક રાતે આંગડિયા લૂંટ કરીને આવેલો મુકેશ પ્રેમિકા લીલીને લઇને ભાગી ગયો હતો. મુકેશ મોટા ભાગે ભાગતો ફરતો રહેતો હોવાથી લીલીને ભાયાવદરમાં માતા નર્મદાબેન અગ્રાવત પાસે રાખીને ગયો હતો અને મહિનામાં એક બે વખત તે ભાયાવદર આવતો હતો. આ તરફ બાપુડી ગેંગ પોલીસથી બચવા થોડાં મહિના માટે રાજસ્થાનના બાડમેર રહેવા જતી રહી હતી. અહીં એક મકાન ભાડે રાખ્યું હતું. એક વખત હીરાની લૂંટમાં ભાગ પાડવામાં ગેંગના સભ્યો વચ્ચે મોટી માથાકૂટ થઇ હતી અને મધરાતે દેકારો થતાં પાડોશીએ સ્થાનિક પોલીસને બોલાવી તમામને પકડાવી દીધા હતા. જોકે એ પહેલાં રફીક બાપુડી પલાયન થઇ ગયો હતો. મુકેશ સાથે રહેતી લીલી હવે તેના ત્રાસથી કંટાળી ગઇ હતી કારણ કે મુકેશ અવાર નવાર તેને રફીક સાથે સંબંધ હોવાની શંકા કરીને મારકૂટ કરતો હતો. તે ભાગવાની તક શોધી રહી હતી. તેવામાં બાડમેર પોલીસ આવીને મુકેશને લઇ ગઇ હતી. લીલીને લાગ્યું કે મુકેશથી છૂટકારો મેળવવાનો આ જ યોગ્ય સમય છે એટલે તેણે તકનો લાભ લઇને રાજકોટ જિલ્લા પોલીસનો સંપર્ક કર્યો અને માહિતી આપી કે તમે જે મુકેશ બાવાજી તેમજ અનવરને શોધી રહ્યાં છો તે બાડમેર પોલીસ પાસે છે. પોલીસ કર્મચારીએ જિલ્લા પોલીસવડાને જાણ કર્યા પછી આ ખૂંખાર ગેંગને ઝબ્બે કરવા રાજ્યના પોલીસવડાએ રાજસ્થાનના પોલીસવડાનો સંપર્ક કરી આરોપીઓને મુક્ત નહીં કરવાનું કહ્યું હતું. જેના 5 જ કલાકમાં બાડમેર પહોંચેલી રાજકોટ પોલીસે મુકેશ બાવાજી સહિતના આરોપીઓનો કબજો લઇ લીધો હતો. આ તરફ લીલી મુકેશનું ઘર છોડીને પોતાના પરિવાર પાસે પહોંચી ગઇ હતી. અનેક ગુનામાં ફરાર મુકેશ બાવાજી પકડાયા પછી લાંબો સમય જેલમાં રહ્યો હતો અને 2012માં જામીન પર છૂટીને ભાયાવદર ઘરે આવ્યો હતો. ભાયાવદર આવેલા મુકેશના જીવનમાં હવે એક નવા પાત્રનું આગમન થવાનું હતું. જેનું નામ હતું શીતલ. ઘરમાં મુકેશ અને તેની માતા નર્મદાબેન એમ બે જ સભ્ય રહેતા હતા. મુકેશના ઘરની બરાબર સામે કરિયાણા, પાન-બીડીની દુકાન ધરાવતા જયેશ દસસાણિયાનું ઘર હતું. જ્યાં તે પત્ની શીતલ અને એક પુત્ર સાથે રહેતો હતો. મુકેશને શીતલ સાથે આંખ મળી ગઇ હતી. ગુનાખોરીથી મેળવેલા અઢળક નાણાં, કદાવર બાંધો અને અભિનેતા જેવી પર્સનાલિટી ધરાવતા મુકેશથી અંજાયેલી શીતલ 12 વર્ષના પુત્રની માતા હોવા છતાં તેને દિલ દઇ બેઠી હતી. તેણે મે, 2012માં પતિ સાથે છૂટાછેડા પણ લઇ લીધા હતા અને સામે જ રહેતાં મુકેશ સાથે સંસાર વસાવી લીધો હતો. 19મી જૂનની રાતે મુકેશ પોતાના ઘરે ડાયનિંગ ટેબલ પર જમવા બેઠો હતો. પત્ની તરીકે સાથે રહેતી શીતલ તેને ભાવતાં ભોજનીયાં પીરસી રહી હતી. માતા નર્મદાબેન ઓસરીમાં ખાટલો ઢાળીને બેઠા હતા. દરમિયાન અચાનક બુકાનીધારી બે શખસે ઓસરીમાં બેઠેલા નર્મદાબેનને મોઢે ડૂમો દઇ ગળા પર ધારિયું મૂકી દીધું અને મોઢુ બંધ રાખવાની ધમકી આપી હતી. બીજા બે બુકાનીધારીઓ મકાનની પાછળથી વંડી ટપીને સીધા અંદર ઘૂસી ગયા હતા. મુકેશે પહેલો કોળિયો મોઢામાં મૂક્યો હતો ત્યારે માથા અને પીઠમાં કુહાડા, ધારિયાના ખચાખચ ઘા થતાં તે પોતાની જાતને સંભાળી શક્યો નહોતો. શીતલ તો આ દ્રશ્ય જોઇને અર્ધબેભાન થઇ ઢળી પડી હતી. બન્ને બુકાનીધારીઓ મુકેશ પર તૂટી પડ્યા હતા. ગુનાખોરીની દુનિયામાં અત્યંત ઝનૂની સ્વભાવના મનાતા મુકેશ બાવાજીએ ગંભીર ઇજા પછી પણ એક હુમલાખોરના હાથમાંથી કુહાડી આંચકવાનો પ્રયાસ કર્યો પરંતુ એ જ ક્ષણે પાછળથી માથામાં વધુ એક કુહાડીનો પ્રહાર થયો અને નાળિયેરની જેમ તેનું માથું વધેરાઇ ગયું. તે ત્યાં જ ઢળી પડ્યો. આ તરફ ભાનમાં આવી ગયેલી શીતલે ભાગી રહેલા હુમલાખોરોમાંથી એકને પકડવાનો પ્રયાસ કરતા હુમલાખોરે તેના ગળામાંથી ચેન ઝૂંટવીને ધક્કો મારી પછાડી દીધી હતી. ઓસરીમાં બેઠેલા માતાને બંધક બનાવનારા બુકાનીધારી ભાગ્યા એ સાથે નર્મદાબેને પણ બચાવો બચાવોની બૂમ પાડી હતી પરંતુ મુકેશની ખરાબ છબિના લીધે કોઇ મદદ માટે આવ્યું નહોતું. પુષ્કળ લોહી વહી જવાથી મુકેશ થોડીવાર તરફડીને કાયમ માટે શાંત થઇ ગયો હતો. મુકેશને તેના જ ઘરમાં ઘૂસીને બુકાનીધારીઓએ પતાવી દીધાની જાણ થતાં ભાયાવદર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ સમયે રાજકોટ જિલ્લા પોલીસવડા તરીકે પ્રેમવીરસિંઘ, LCB પીઆઇ વિક્રમસિંહ રાઠોડ, પીએસઆઇ વાઢેર, મદદનીશ મહેશભાઇ જાની, અનકભાઇ ગીડા, મશરીભાઇ ભેટારિયા, રામભાઇ મંઢ, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી પણ ભાયાવદર પહોંચી ગયા હતા. મુકેશની હત્યા તેના જ કોઇ હરિફ ગેંગના સભ્યોએ કર્યાની શંકા હોવાથી પોલીસે અનેક શકમંદોને ઉઠાવી લીધા હતા. લૂંટ, હત્યાનો ગુનો નોંધ્યા પછી પોલીસ તપાસ તેજ બની હતી. મુકેશને મારવા આવેલા 4 શખસે મોઢે બુકાની બાંધી હતી અને ધોતી, ગંજી પહેર્યા હોવાનું મૃતકની માતા તેમજ પત્નીએ જણાવ્યું હતું એટલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં અનેક ખુલાસા થવાના હતા. આ સવાલના જવાબ જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય એપિસોડ માટે અહીં ક્લીક કરો
    Click here to Read More
    Previous Article
    5 મિનિટના રોલ માટે ₹75 કરોડની ફી!:પતિ-પત્નીની જોડીએ સાથે મળી ₹171 કરોડ છાપ્યાં; ‘ધ ઓડિસી’એ 10 દિ'માં ₹6000 કરોડની કમાણી કરી
    Next Article
    કીર્તિ પટેલને ઇન્સ્ટાગ્રામે ડામ દીધો:ABVPના વિરોધ વચ્ચે સાહેબે ઝોકું ખાધું?; VS હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં ડખો, મેડમ સુધી ફરિયાદ પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment