Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 મિનિટના રોલ માટે ₹75 કરોડની ફી!:પતિ-પત્નીની જોડીએ સાથે મળી ₹171 કરોડ છાપ્યાં; ‘ધ ઓડિસી’એ 10 દિ'માં ₹6000 કરોડની કમાણી કરી

    1 day ago

    મનોરંજન જગતમાં જ્યારે સ્ટાર પાવર અને મહાન ડાયરેક્શન ભેગા થાય, ત્યારે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચાતો હોય છે. ક્રિસ્ટોફર નોલાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ ઓડિસી’ (The Odyssey) અત્યારે થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. પરંતુ આ ફિલ્મની સ્ટોરી કરતાં પણ વધુ ચર્ચા હોલિવૂડના રિયલ લાઈફ કપલ ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયાની અધધધ ફીની થઈ રહી છે! આ પાવર કપલે એક જ ફિલ્મથી કુલ ₹171 કરોડની કમાણી કરી લીધી છે, જેમાં ઝેન્ડાયાના માત્ર 5 મિનિટના રોલે આખા સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. મિનિટના ₹15 કરોડ! ઝેન્ડાયાની સ્ટાર પાવરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ ફિલ્મમાં તેનો સ્ક્રીન ટાઈમ માત્ર 5થી 6 મિનિટનો જ છે. આટલી નાની ભૂમિકા (એથેનાનો રોલ) માટે તેને આશરે ₹75 કરોડની જંગી ફી મળી છે. એટલે કે ઝેન્ડાયાએ સ્ક્રીન પરના દર એક મિનિટના ₹15 કરોડ વસૂલ્યા છે. બીજી તરફ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને 'સ્પાઈડરમેન' ફેમ તેના પતિ ટોમ હોલેન્ડને 'ટેલીમાકસ'ના રોલ માટે આશરે ₹96 કરોડ ચૂકવવામાં આવ્યા છે. ₹6,100 કરોડની વર્લ્ડવાઈડ કમાણી 17 જુલાઈએ રિલીઝ થયેલી હોમરના પ્રખ્યાત મહાકાવ્ય પર આધારિત આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે: ₹2,400 કરોડ– નોલાનની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ. રિલીઝના થોડા જ દિવસોમાં ફિલ્મે વિશ્વભરમાં ₹6,100 કરોડથી વધુની છપ્પરફાડ કમાણી કરી લીધો છે. આ ફિલ્મમાં મેટ ડેમન, અલ્ટ્રા-ગ્લેમરસ ઝેન્ડાયા, ટોમ હોલેન્ડ, એની હેથવે અને રોબર્ટ પેટિન્સન જેવા દિગ્ગજો સામેલ છે. મુંબઈમાં યોજાયું હતું પ્રિમિયર, જુઓ તસવીરો:- ફિલ્મ 'ધ ઓડિસી'ના મુંબઈમાં યોજાયેલા પ્રીમિયરમાં ફિલ્મની કાસ્ટ અને મેકર્સની સાથે-સાથે ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા. 'સ્પાઈડર-મેન' પણ તૈયાર! 'ધ ઓડિસી'થી બોક્સ ઓફિસ ધ્રુજાવ્યા બાદ આ જ અઠવાડિયે 31 જુલાઈએ આ સુપરહિટ જોડીની મચ-અવેટેડ ફિલ્મ ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ પણ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ટોમ હોલેન્ડ સ્પાઈડરમેનના રોલમાં અને ઝેન્ડાયા તેની પ્રેમિકા 'MJ' ના રોલમાં જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    ગુરુ પૂર્ણિમા પર મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો:બુધવારે શિવલિંગનો બિલ્વપત્ર, ધતૂરો, આંકડાના ફૂલોથી શણગાર કરો; ગુરુની પૂજા કરીને કોઈ ભેટ આપો
    Next Article
    6 ફૂટ ઊંચાઇ, હીરો જેવો લુક ને 80થી વધુ ગુના:ખૂંખાર મુકેશ બાવાજી માટે શીતલે પતિને છોડી દીધો, કુહાડીના ઘા થતાં ડાઇનિંગ ટેબલ પર ઢળી પડ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment