Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સિઝનનો પ્રારંભ: 6 દિવસમાં પોરબંદર માર્કેટ યાર્ડમાં 70,000 કિલો કેરીની આવક નોંધાઈ

    9 hours ago

    પોરબંદર જિલ્લામાં કેરીની સિઝન શરૂ થઈ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી કેરીની આવક વધી છે.જેથી યાર્ડમાં છેલ્લા 6 દિવસમાં 70,000 હજાર કિલો કેરીની આવક નોંધાઈ છે.જેનો પ્રતિબોક્સના રૂપિયા 1350 થી 1850 રૂપિયા ભાવ બોલાયા હતા. સમગ્ર રાજ્યના તલાલા ગીર,જૂનાગઢ તેમજ પોરબંદરના બરડા પંથકની કેરી માટે ખ્યાતનામ કહેવામાં આવે છે.પોરબંદરના બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાંથી ઉત્પાદિત થતી કેરી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે પોરબંદર જિલ્લામાં આ વર્ષે કેસર કેરીની આવક પણ વહેલી નોંધાઈ છે. બરડા ડુંગરમાં ચુનાના પથ્થરના પેટાળને લીધે કેરીના બગીચામાં આ ચુનાના પથ્થરના પેટાળની ગરમીને લીધે સિઝન કરતા વહેલા ફાલ લાગી જાય છે જેથી પોરબંદરમાં આ વર્ષે વહેલી કેરી પાકી છે. યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે. યાર્ડમાં કેરીની સિઝન શરૂ થતાં જ કેરીની આવકમાં વધારો થયો છે.પોરબંદરના યાર્ડમાં છેલ્લા 6 દિવસમાં 7000 બોકસ એટલે કે 70 હજાર કિલો કેરીની આવક નોંધાઈ છે.જેનો પ્રતિબોક્સનો રૂપિયા 1350 થી 1850 ભાવ બોલાયા હતા. કયારે કેટલો ભાવ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વહેલી આવક પોરબંદરના યાર્ડમાં ગત વર્ષે 15 એપ્રિલ પછી કેરીની આવક વધી હતી ત્યારે આ વર્ષે 1 એપ્રિલથી જ કેરીની આવકમાં વધારો થયો છે એટલે આ વર્ષે 15 થી 20 દિવસ વહેલી કેરીની આવક થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વોર્ડ 7ના ભાજપના ઉમેદવાર ઇશ્વર નારોલા પાસે રૂ. 10 કરોડની સંપત્તિ, વોર્ડ 19નાં અનિતા રાણા ધો. 3 પાસ, વોર્ડ 17નાં કંચન સાવલિયા એમફીલ ભણ્યા છે
    Next Article
    Neha Dhupia urges people to stop propagating the idea that milk is unhealthy, admits she drinks it ‘all the time’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment