Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુખ-સમૃદ્ધિના કારક શુક્રનું તુલા રાશિમાં ગોચર:માલવ્ય અને લક્ષ્મી નારાયણ યોગ ચમકાવશે કિસ્મત, 6 નવેમ્બર સુધી કન્યા, ધન સહિત 6 રાશિની તિજોરી છલકાશે

    9 hours ago

    શુક્ર ગ્રહ 2 સપ્ટેમ્બર 2026, બુધવારના રોજ બપોરે લગભગ 01 વાગીને 41 મિનિટે તુલા રાશિમાં પ્રવેશશે. તુલા શુક્ર ગ્રહની પોતાની જ સ્વરાશિ છે, તેથી અહીં શુક્ર ખૂબ જ અનુકૂળ સ્થિતિમાં ગણાશે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ, વૈભવ, ભૌતિક સુખ-સુવિધા, લગ્ન, પ્રેમ અને સૌંદર્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર જ્યારે રાશિ પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. હાલમાં શુક્ર કન્યા રાશિમાં બિરાજમાન છે. શુક્ર પોતાની સ્વરાશિ તુલામાં ભ્રમણ કરવાથી પંચ મહાપુરુષ રાજયોગ એટલે કે 'માલવ્ય રાજયોગ'નું નિર્માણ થશે, જેની અસર તમામ 12 રાશિના જાતકો પર જોવા મળશે. વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર 2 સપ્ટેમ્બર 2026ના રોજ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને 3 ઓક્ટોબરે વક્રી થશે; આમ શુક્રનું આ ગોચર 6 નવેમ્બર સુધી રહેશે. આ દરમિયાન 26 સપ્ટેમ્બરે શુક્ર બુધ સાથે યુતિ કરીને 'લક્ષ્મી નારાયણ યોગ'નું નિર્માણ કરશે. ચાલો જાણીએ કે શુક્રના તુલા રાશિમાં પ્રવેશ કરવાથી કઈ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે. માલવ્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ આ વર્ષે શુક્ર ગ્રહના રાશિ ગોચરથી જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ ગણાતા 'માલવ્ય રાજયોગ' અને 'લક્ષ્મી નારાયણ યોગ'નું નિર્માણ થઈ રહ્યું છે. 2 સપ્ટેમ્બર એટલે આજથી શુક્ર પોતાની તુલા રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી માલવ્ય રાજયોગ બનશે. આ યોગ વેપાર-ધંધામાં મોટો આર્થિક લાભ, નોકરીમાં પ્રગતિ, દામ્પત્ય જીવનમાં મધુરતા અને કુંવારા માટે લગ્નના ઉત્તમ યોગ લાવે છે. તે જ રીતે સપ્ટેમ્બરમાં જ બુધ અને શુક્ર ગ્રહની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ પણ બનશે, જે અચાનક ધનલાભ કરાવે છે અને લોકોની પ્રતિભા તથા બુદ્ધિને નિખારે છે. ટૂંકમાં, આ બંને યોગોથી સપ્ટેમ્બર મહિનો કમાણી, કરિયર, વેપાર અને પરિવારના સંદર્ભમાં તમામ રાશિ માટે સુખ અને સમૃદ્ધિ લઈને આવશે. હવે જાણો શુક્રના તુલા રાશિમાં ગોચરની બારેય રાશિ પર અસર વિશે….
    Click here to Read More
    Previous Article
    हमास का टॉप कमांडर गिरफ्तार, इजरायली कमांडो ने गाजा में घुसकर दबोचा, नेतन्याहू ने खोली पूरी ‘कुंडली’
    Next Article
    તમિલનાડુના 52 મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ:જમા કરાવવા પર ₹5 ચાર્જ આપવો પડશે; કેમેરા વગરના મોબાઈલ અંદર લઈ જઈ શકાશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment