Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુના 52 મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ:જમા કરાવવા પર ₹5 ચાર્જ આપવો પડશે; કેમેરા વગરના મોબાઈલ અંદર લઈ જઈ શકાશે

    6 hours ago

    તમિલનાડુ સરકારે રાજ્યના 52 મુખ્ય મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ મંગળવારથી લાગુ થયો છે. નવા નિયમ મુજબ, શ્રદ્ધાળુઓએ મંદિરમાં પ્રવેશતા પહેલા સ્માર્ટફોન કાઉન્ટર પર જમા કરાવવો પડશે. આ માટે દરેક ફોન પર 5 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. કેમેરા વગરના મોબાઈલ ફોનને મંદિરની અંદર લઈ જવાની મંજૂરી રહેશે. હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HRCE) મંત્રી રમેશે આ માહિતી આપી. ફોટો-વીડિયો અને રીલ બનાવવા પર પ્રતિબંધ આ નિર્ણય 2 ડિસેમ્બર 2022ના રોજ મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના આદેશના આધારે જારી કર્યો છે. મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ દ્વારા, ખાસ કરીને યુવાનો દ્વારા ફોટો પાડવા, રીલ બનાવવા અને વીડિયો રેકોર્ડ કરવા અંગે સતત ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. મંત્રીએ કહ્યું કે જે મોબાઈલ ફોનમાં કેમેરા નથી, તેમને મંદિરની અંદર લઈ જવાની મંજૂરી હશે. નવા નિયમનો ઉદ્દેશ્ય મંદિરોની પવિત્રતા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવાનો છે. કાંચીપુરમના પ્રસિદ્ધ દેવરાજસ્વામી-અથિ વરદાર મંદિરમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી આ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. અહીં ફોન જમા કરાવવા માટે બે કમ્પ્યુટર ઓપરેટર અને બે કર્મચારીઓ તૈનાત કર્યા છે. હાઈકોર્ટે જનહિત અરજી પર સુનાવણી કર્યા બાદ આ આદેશ આપ્યો હતો હાઈકોર્ટે તિરુચેન્દુરના અરુલમિગુ સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી જનહિત અરજી પર સુનાવણી કર્યા બાદ આ આદેશ આપ્યો હતો. આ પહેલા પણ મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવા અને તેમને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવાના નિર્દેશો આપ્યા હતા. VIP લોકો પર પણ આ જ નિયમ લાગુ મંદિરના અધિકારીઓને પ્રવેશદ્વાર અને મંદિર પરિસરની બહાર મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધની જાણકારી આપતા બોર્ડ લગાવવાના નિર્દેશ આપ્યા છે. લાઉડસ્પીકર દ્વારા પણ શ્રદ્ધાળુઓને આ નિયમની જાણકારી આપવા જણાવાયું છે. HRCE વિભાગે મંદિર પરિસરમાં દેવી-દેવતાઓના ફોટા પાડવા, વીડિયો બનાવવા અને ધાર્મિક વિધિઓના રેકોર્ડિંગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. વીઆઈપી, મોટી હસ્તીઓ અને પ્રખ્યાત લોકોના ફોટા કે વીડિયો બનાવવાની પણ મંજૂરી નહીં હોય. ------------- આ સમાચાર પણ વાંચો… વિજયે 40 હજારના સનગ્લાસ ઉતારીને વૃદ્ધને પહેરાવ્યા: મહિલાએ કહ્યું- હીરો આજે સામે ઊભો હતો; CM મેટ્ટૂર ડેમના ગેટ ખોલવા પહોંચ્યા હતા તમિલનાડુના CM વિજયે મંગળવારે મેટ્ટૂરમાં કાવેરી ડેલ્ટા જિલ્લાઓમાં સિંચાઈ માટે મેટ્ટૂર ડેમના દરવાજા ખોલ્યા. સાલેમ જતી વખતે તેઓ ચિન્નાગવુર ખાતે વૃદ્ધ મહિલા ચેલ્લમના ઘરે ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    સુખ-સમૃદ્ધિના કારક શુક્રનું તુલા રાશિમાં ગોચર:માલવ્ય અને લક્ષ્મી નારાયણ યોગ ચમકાવશે કિસ્મત, 6 નવેમ્બર સુધી કન્યા, ધન સહિત 6 રાશિની તિજોરી છલકાશે
    Next Article
    વિજયે 40 હજારના સનગ્લાસ ઉતારીને વૃદ્ધને પહેરાવ્યા:મહિલાએ કહ્યું- હીરો આજે સામે ઊભો હતો; CM મેટ્ટૂર ડેમના ગેટ ખોલવા પહોંચ્યા હતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment