Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત:જસવંતગઢ પાટીયા પાસેના મોતની ચીચીયારી ગુંજી, કારનો કચ્ચરઘાણ, 6 લોકો ગંભીર, હોસ્પિટલ ખસેડાયા

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં બુધવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હિંમતનગર નજીક આવેલા જસવંતગઢ પાટિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. શામળાજીથી અમદાવાદ જતાં નેશનલ હાઈવે પર સવારે મોતની ચીચીચારી ગુંજી હતી. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. કેવી રીતે દુર્ઘટના બની? મળતી માહિતી મુજબ, આ અકસ્માત શામળાજીથી હિંમતનગર તરફ આવતા હાઈવે પર સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર 6 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ..
    Click here to Read More
    Previous Article
    ભગુડા મોગલધામમાં ૩૦મો 'પરમ ઉત્સવ' ઉજવાયો:તરઘરા ધામના આઈ દક્ષા માઁનું વિશેષ સન્માન કરાયું
    Next Article
    BJP Slams Trinamool's 'Diamond Harbour Model', Says Symbol 'Taped' At Booths

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment