Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં 6 શહેરોમાંથી ખાદ્ય પદાર્થોના 56 નમૂના લેવાયા:ફૂડ સેફ્ટી વિભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરી

    20 hours ago

    દિવાળીના તહેવારો નજીક આવતાં જ બજારોમાં મીઠાઈ અને ફરસાણની ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તહેવારોની ખુશી વચ્ચે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને લોકોને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી કચ્છ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી વિભાગે રાપર, ભુજ, નખત્રાણા, મુંદ્રા, માંડવી અને અંજાર સહિતના વિસ્તારોમાં મીઠાઈની દુકાનો, ડેરીઓ અને ફરસાણના વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરીને કુલ 56 ખાદ્ય પદાર્થોના નમૂના એકત્રિત કર્યા છે. ફૂડ સેફ્ટી ઓફિસર એસ.બી. પટેલ અને એમ.એમ. પટેલની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશમાં તહેવારો દરમિયાન સૌથી વધુ વેચાણ થતી ખાદ્ય ચીજવસ્તુઓને તપાસના દાયરામાં લેવામાં આવી હતી. ખાસ કરીને કાજુકતરી, કચ્છી પેંડા, બરફી, મિલ્ક કેક, મગજના લાડુ, માવો સહિતની મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાટા, ડ્રાયફ્રૂટ સેવ, ગાંઠિયા અને હલવા પાપડી જેવી ફરસાણની ચીજોના પણ નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે. તમામ 56 નમૂનાઓને ગુણવત્તા અને શુદ્ધતાની વૈજ્ઞાનિક ચકાસણી માટે સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ નમૂનાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કોઈ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ, હલકી ગુણવત્તા કે નિર્ધારિત માપદંડોનો ભંગ જણાશે તો સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન વિભાગે વેપારીઓને માત્ર નમૂના લેવાની કાર્યવાહી પૂરતી મર્યાદિત રાખવાને બદલે ખાદ્ય સામગ્રીના ઉત્પાદન અને વેચાણમાં સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા પણ કડક સૂચના આપી હતી. FSSAIના શેડ્યૂલ-4 મુજબ દુકાનો અને ઉત્પાદન સ્થળોએ સ્વચ્છતા જાળવવા, કર્મચારીઓએ માસ્ક, હાથમોજાં અને કેપનો ઉપયોગ કરવા તેમજ નિયમિત પેસ્ટ કંટ્રોલ કરાવવા જણાવ્યું હતું. ખાસ કરીને ગરમ ફરસાણ કે અન્ય ખાદ્ય પદાર્થો આપવા માટે અખબારના કાગળનો ઉપયોગ ન કરવા ચેતવણી આપવામાં આવી હતી. છાપાની શાહીમાં રહેલા રસાયણો ખોરાકમાં ભળીને આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત ફરસાણની દુકાનોમાં વારંવાર વપરાતા તેલની ગુણવત્તા જાણવા TPC મશીનથી પણ ચકાસણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા વેપારીઓને શુદ્ધ અને તાજી ખાદ્ય સામગ્રી જ વેચવા અપીલ કરવામાં આવી છે. દિવાળીના પર્વ દરમિયાન નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે આવી તપાસ અને સર્વેલન્સની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી તહેવાર નિમિત્તે ગોધરા ફાયર વિભાગ સજ્જ:ઇમરજન્સી સ્થિતિ પહોંચી વળવા 20 જવાનો સ્ટેન્ડ બાય; વાહનો અને વોટર બ્રાઉઝર સાધનો સાથે એક્શન પ્લાન તૈયાર
    Next Article
    'First Learn Your Lines’: Farah Khan Says Today’s Actors Lack Confidence, Interfere In Every Department

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment