Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાડી ટાવર પાસે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:સો.મીડિયા સ્ટાર અંકિતા પરમાર અને ક્રિકેટર યુસુફ પઠાણે વોટિંગ કર્યું, સાંજે 6 વાગ્યા સુધીમાં 52.56% મતદાન; જાણો વોર્ડ વાઈઝ વોટિંગ

    1 day ago

    વડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની 76માંથી 2 બેઠક બિનહરીફ થઈ હોય બાકીની 74 બેઠક પર આજે 26 એપ્રિલે મતદાન થયું હતું. તેમજ જિલ્લા-તાલુકા પંચાયતો માટે આજે, 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. મનપાના 258 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય EVMમાં કેદ થયું છે, જેનું પરિણામ 28 એપ્રિલે જાહેર થશે. સાંજે 6 વાગ્યા સુધીમાં 52.56% મતદાન નોંધાયું હતું. 5 વાગ્યા સુધીમાં 47% મતદાન નોંધાયું હતું વડોદરામાં વહેલી સવારના 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. બપોરે 3 વાગ્યા સુધીમાં વડોદરા મનપામાં 39.41% મતદાન નોંધાયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધીમાં વધીને 52.56% પર પહોંચ્યું હતું. ખાસ કરીને વોર્ડ નંબર 15 માં સૌથી વધુ 47.84% મતદાન (બપોરે 3 વાગ્યા સુધી) નોંધાયું હતું. કાળઝાળ ગરમી હોવા છતાં, અંતિમ કલાકોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધવાની શક્યતા સેવાઈ રહી છે. મહારાણી રાધિકારાજે સહિતે મતદાન કર્યું હતુ ચૂંટણીના આ પર્વમાં અનેક મહાનુભાવોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડે એમ.એસ. યુનિવર્સિટી ખાતે 'વિકાસ અને વિરાસત'ના મુદ્દે મતદાન કર્યું હતું. આ ઉપરાંત, ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ, એક્ટ્રેસ સોનાલી દેસાઈ અને સો.મીડિયા સ્ટાર અંકિતા પરમાર, સાંસદ ડો. હેમાંગ જોશી, મનિસા વકીલ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. 100 વર્ષીય વૃદ્દાએ મતદાન કરીને યુવાનોને સંદેશો આપ્યો લોકશાહીની સાચી શક્તિ વડીલોમાં જોવા મળી હતી. પાદરાના 100 વર્ષીય કમળાબેન કાછીયા અને નવાયાર્ડના 104 વર્ષના વૃદ્ધે મતદાન કરી યુવા પેઢી માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જોકે, ફતેગંજમાં એક નવદંપતી લગ્નના પોશાકમાં મતદાન કરવા પહોંચ્યું હતું, પરંતુ મતદાર યાદીમાં નામ ન હોવાને કારણે તેમને નિરાશ થઈ પરત ફરવું પડ્યું હતું. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 14ના વાડી ટાવર પાસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો, જેમાં પોલીસ કાફલાએ તુરંત દોડી જઈ સ્થિતિ થાળે પાડી હતી. આ ઉપરાંત, માંજલપુરની કુબેરેશ્વર શાળા અને અંબે સ્કૂલ જેવા કેટલાક બૂથ પર EVM મશીનમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા થોડો સમય ખોરવાઈ હતી. રાજકીય ભવિષ્ય EVMમાં કેદ, 28 એપ્રિલે રિઝલ્ટ ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ઓ.આર.એસ. અને પાણીની સુવિધા કરવામાં આવી હતી. સાંજે 6 વાગ્યે મતદાન મથકો સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને SRPFની ટુકડીઓની દેખરેખ હેઠળ આખી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, હવે સૌની નજર 28 એપ્રિલના રોજ થનારી મતગણતરી પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    હર્ષ સંઘવીએ પત્ની સાથે મતદાન કર્યું:યુવતીનું વાઈટ થીમ સાથે ફસ્ટ ટાઈમ વોટિંગ, સુરતમાં 6 વાગ્યા સુધીમાં 53.13% મતદાન; જાણો વોર્ડ વાઈઝ મતદાન
    Next Article
    સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ:તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, હવે 28 એપ્રિલે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment