Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એનાલોગ પનીરને લઈને ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય:શહેરના હિમાલયા મોલ પાસે આવેલ 6થી વધુ હોટેલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું

    17 hours ago

    ગાંધીનગરથી મળેલી ખાસ સૂચનાના પગલે ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં ખાણીપીણીની દુકાનો તેમજ હોટેલ-રેસ્ટોરન્ટમાં વેચાતા 'એનાલોગ પનીર' નકલી કે વનસ્પતિ ચરબીયુક્ત પનીર સામે લાલ આંખ કરવામાં આવી છે આ અંગે ભાવનગર મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરમાં કડક તપાસ હાથ ધરવામાં આવી છે, આ અંગે મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર દેવાંગ જોષીએ જણાવ્યું હતું કે, આજે સાંજના સુમારે હિમાલયા મોલ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની દુકાનો અને હોટેલ-રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી., અત્યાર સુધીમાં કુલ 6 હોટેલ અને રેસ્ટોરન્ટ્સનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં હિમાલયા મોલ પાસે આવેલ રિયલ પેપરિકા, રીટ્રો, યુ એન્ડ મી, તેમજ પીઝાની દુકાન, સિટી પોઇન્ટ રેસ્ટોરન્ટ તથા કિસ્મત કાઠીયાવાડી રેસ્ટોરન્ટ માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જોકે હાલ પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ કે ગેરકાયદેસર એનાલોગ પનીર મળી આવ્યું નથી. અગાઉ સરકારી ગાઈડલાઇન મુજબ મેનુ કે ડિસ્પ્લે પર 'પનીર એનાલોગ' દર્શાવવાની છૂટ હતી. આ અંગે અગાઉ શરૂઆતમાં એક-બે રેસ્ટોરન્ટમાંથી તે મળી આવ્યું હતું, ત્યારબાદથી ક્યાંય વપરાશ જોવા મળ્યો નથી, ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો તપાસ દરમિયાન પ્રતિબંધિત કે નિયમ વિરુદ્ધનું એનાલોગ પનીર વેચાતું કે વપરાતું ઝડપાશે, તો સંબંધિતો સામે ધોરણસરની કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે., અભિયાન સતત ચાલુ રહેશે ફૂડ સેફ્ટી ઓફિસર દેવાંગ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ કક્ષાએથી આગામી સમયમાં નવી સૂચનાઓ ન મળે ત્યાં સુધી ભાવનગર શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા ચકાસવા માટે આ પ્રકારની ડ્રાઇવ અને ચેકિંગ સતત ચાલુ રહેશે, જેથી નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય. રાજ્ય સરકારના નિર્ણયના પગલે મોટાભાગની રેસ્ટોરન્ટમાં પહેલેથી જ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે અમારી રેસ્ટોરન્ટ માં એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ વાપરવામાં આવતું નથી તેવા બોર્ડ રેસ્ટોરન્ટ પીઝા તેમજ હોટલોમાં લગાવી દેવામાં આવ્યા છે….
    Click here to Read More
    Previous Article
    JEE Scores Can Now Get You Into IIMs: Check New Undergraduate Courses
    Next Article
    ગુજરાત એજ્યુકેશનના દર્શન મેસવાણીયાના 4 દિવસના રિમાન્ડ મંજૂર:​​કોલેજ ગયા વગર પરીક્ષા આપી ડિગ્રી અપાવનાર અને SC-ST સ્કોલરશીપ કૌભાંડનો સૂત્રધાર દર્શન મેસવાણીયાના 4 દિવસના રિમાન્ડ મંજૂર; પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment