Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત એજ્યુકેશનના દર્શન મેસવાણીયાના 4 દિવસના રિમાન્ડ મંજૂર:​​કોલેજ ગયા વગર પરીક્ષા આપી ડિગ્રી અપાવનાર અને SC-ST સ્કોલરશીપ કૌભાંડનો સૂત્રધાર દર્શન મેસવાણીયાના 4 દિવસના રિમાન્ડ મંજૂર; પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા

    18 hours ago

    જૂનાગઢમાં દિવ્ય ભાસ્કરના સ્ટીંગ ઓપરેશન બાદ સામે આવેલા બહુચર્ચિત SC-ST સ્કોલરશીપ કૌભાંડમાં બી-ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા 'ગુજરાત એજ્યુકેશન'ના સંચાલક અને મુખ્ય આરોપી દર્શન નટવરલાલ મેસવાણીયાને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. ​પોલીસને મળેલા 4 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપી દર્શન મેસવાણીયાની કડક પૂછપરછ કરવામાં આવશે. આ પૂછપરછ દરમિયાન કૌભાંડ કેવી રીતે આચરવામાં આવતું હતું અને સમગ્ર મોડસ ઓપરેન્ડી શું હતી તેનો ખુલાસો થશે. આ ઉપરાંત, આ સમગ્ર કૌભાંડ પાછળ કઈ કઈ કોલેજો, યુનિવર્સિટીઓ કે અન્ય મોટા માથાઓની સંડોવણી છે તે તમામ બાબતો પરથી પડદો ઊંચકાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. એસ.ઓ.જી પોલીસ દ્વારા જ્યારે જાણવાજો દાખલ કરવામાં આવી તે સમયે ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થામાંથી વિદ્યાર્થીઓને પરત ન કરાયેલા ડોક્યુમેન્ટ ,DVR અને અન્ય મુદ્દામાલ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે જેને લઇ બી ડિવિઝન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે તેમજ દર્શન મેસવાણિયાના મોબાઇલમાં અનેક લોકો સાથેની ચેટ તેમજ તેના કોલ ડીટેલ,CCTV ફૂટેજ ની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જ્યારે દર્શન મેસવાણિયાને ચાર દિવસના રિમાન્ડ મંજૂર થતા આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ઈસમોમાં ફફડાટ વ્યાપ્યો છે. ​અગાઉ જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં આવેલી 'ગુજરાત એજ્યુકેશન' નામની ઓફિસમાંથી શિક્ષણના નામે ગેરરીતિ ચાલી રહી હોવાનો પર્દાફાશ થયો હતો. આરોપી દર્શન મેસવાણીયા વિદ્યાર્થીઓને કોલેજે ગયા વગર જ માત્ર પરીક્ષા આપી સીધી ડિગ્રી પાસ કરાવવાની લાલચ આપતો હતો. ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના વિદ્યાર્થીઓને MSW, BBA અને ફેશન ડિઝાઈનિંગ જેવા કોર્સમાં ફ્રીશીપ કાર્ડ હેઠળ ફ્રી અભ્યાસ કરાવવાનું કહીને જાળમાં ફસાવતો હતો. ​વિદ્યાર્થીઓ પાસેથી ઓરિજિનલ શૈક્ષણિક દસ્તાવેજો, માર્કશીટ અને ઓળખપત્રો મેળવી લેવામાં આવતા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓના જૂના બેંક ખાતા નહીં ચાલે તેમ કહીને તેમના નામે ફિનો પેમેન્ટ બેંકમાં નવા ખાતા ખોલાવાયા હતા. ઓટીપી અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મેળવીને બેંક કિટ્સ, એટીએમ કાર્ડ અને સિમકાર્ડ આરોપી પોતાની પાસે જ રાખી લેતો હતો. સરકાર દ્વારા જમા કરાવવામાં આવતી સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓની જાણ બહાર બારોબાર ઉપાડી લેવાતી હતી. ​પ્રાથમિક તપાસમાં 21 વિદ્યાર્થીઓના ખાતામાં જમા થયેલા ₹24.44 લાખથી વધુની રકમમાંથી ₹11.03 લાખથી વધુની રકમ બારોબાર ઉપાડી ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન 110 સીમકાર્ડ કવર, 149 બેંક કિટ, 9 મોબાઈલ અને શંકાસ્પદ માર્કશીટો જપ્ત કરી હતી. હાલ પી.આઈ. ધનલક્ષ્મી ડાંગર દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    એનાલોગ પનીરને લઈને ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય:શહેરના હિમાલયા મોલ પાસે આવેલ 6થી વધુ હોટેલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું
    Next Article
    BCCI Selectors, Gambhir Sent Big 'Shami' Message: "He'll Be Ready To Serve"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment