Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, ઘોઘામાં 6 ઈંચ:સિહોર અને ભાવનગર 4.5 ઈંચ, શહેરના રોડ પર પાણી ભરાયા; વાહનચાલકો પરેશાન

    20 hours ago

    ભાવનગર શહેર અને જિલ્લામાં મોડીરાત્રે(6-7 જુલાઈ) ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. મોડીરાત્રે એકાએક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં વલ્લભીપુરમાં 2 ઈંચ, ઉમરાળા 3 ઈંચ, ભાવનગરમાં 4.5 ઈંચ, ઘોઘામાં 6 ઈંચ, સિહોર 4.5 ઈંચ, ગારીયાધાર 3.5 ઈંચ, પાલીતાણા 2 ઈંચ, તળાજા 1.5 ઈંચ, મહુવા 2 ઈંચ તથા જેસર 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા હતા, સતત ત્રીજા દિવસે સવારથી જ ધીમી ધારે અવિરતપણે વરસાદ શરૂ રહેતા વાતાવરણમાં તાપમાનનો પારો ગગડયો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અતિ ભારે પવન સાથે વરસાદ પડશેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં રાજ્યના ભાવનગર, નવસારી, સુરત, ડાંગ અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા ભાવનગર જિલ્લામાં 24 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો વલ્લભીપુરમાં - 57 મિમી, ઉમરાળામાં -80 મિમી, ભાવનગરમાં - 114 મિમી, ઘોઘામાં - 156 મિમી, સિહોરમાં - 113 મિમી, ગારીયાધારમાં - 86 મિમી, પાલીતાણામાં - 52 મિમી, તળાજામાં - 35 મિમી, મહુવામાં - 55 મિમી તથા જેસરમાં - 48 મિમી વરસાદ વરસ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    માંગરોળ અતિવૃષ્ટિ તારાજી વચ્ચે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર:40 ઇંચથી વધુ વરસાદથી ભયંકર તબાહી, ઘરોમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાયા, ખેતરો ધોવાયા; તાત્કાલિક સર્વે અને કેશડોલ ચૂકવવા માગ
    Next Article
    Hema Malini says Dharmendra’s last wish was to see family ‘united’: ‘Sunny, Bobby are sweet’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment