Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં શુકનવંતી ખરીદીથી ઓટોમોબાઈલ માર્કેટ ખીલ્યું:નોરતાનો ક્રેઝ : 6 દિવસમાં 415 નવા વાહનો રસ્તા પર દોડતા થયા

    12 hours ago

    પોરબંદરમાં નવરાત્રી માત્ર ગરબા અને ભક્તિ પૂરતી સીમિત નથી રહી, પરંતુ આ પવિત્ર દિવસોમાં શુકનવંતી ખરીદી કરવાનો અનોખો ટ્રેન્ડ પણ પ્રસ્થાપિત થયો છે. મા અંબાના નોરતા દરમિયાન નવું વાહન ખરીદવું એ અત્યંત મંગળકારી માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે નવરાત્રીના શુભ દિવસે ઘરે લાવેલું વાહન હંમેશાં યાદગાર બની રહે છે અને તેની સાથે પાવન પર્વની ખાસ સ્મૃતિઓ જોડાઈ જાય છે. ચાલુ વર્ષે આસો નવરાત્રીના એક થી છ નોરતે જ વાહન માર્કેટમાં અભૂતપૂર્વ ધમધમાટ જોવા મળ્યો છે. પોરબંદર જિલ્લામાં નવરાત્રીના પાવન પર્વના પ્રારંભે જ ખરીદીનો માહોલ જમાવ્યો છે. નવરાત્રિના છ દિવસમાં 415 વાહનોની ખરીદી થઈ છે અને RTO માં નવા વાહનો નોંધાયા છે જેમાં 61,51,788 રૂપિયાની આવક નોંધાઈ છે. સ્થાનિક ઓટોમોબાઈલ ડીલરોના જણાવ્યા અનુસાર, ગ્રાહકો મહિનાઓ અગાઉથી જ પોતાના મનપસંદ વાહનની પસંદગી કરી લે છે, પરંતુ તેની ડિલિવરી માટે ખાસ નોરતાનું મુહૂર્ત પસંદ કરે છે. આગામી નોમ અને વિજયાદશમીના દિવસે વાહન ખરીદીનો આ આંકડો ઓલ-ટાઈમ હાઈ સ્તરે પહોંચી શકે છે. શુકનવંતી ખરીદીમાં ‘મનગમતી નંબર પ્લેટ’નો પણ ક્રેઝ! નવું વાહન ખરીદવાની સાથે પોતાની પસંદગીનો નંબર મેળવવાનો શોખ પણ વાહનપ્રેમીઓમાં જોવા મળે છે. કોઈને જન્મતારીખ સાથે જોડાયેલો નંબર ગમે છે, તો કોઈ માટે ચોક્કસ અંક શુભ માન્યતા ધરાવે છે. વાહન માત્ર આવનજાવનનું સાધન નહીં, પરંતુ વ્યક્તિની પસંદગી અને પ્રતિષ્ઠાનું પ્રતીક પણ બન્યું છે. તહેવારના શુભ મુહૂર્તે નવી ગાડી સાથે મનગમતો નંબર મેળવવાની ઇચ્છા પણ ખરીદીના ઉત્સાહમાં અલગ રંગ ઉમેરે છે.
    Click here to Read More
    Previous Article
    बच्चे के बाल सफेद हो रहे हैं तो क्या करें? Parenting Expert ने बताया छोटे बच्चों के बाल क्यों सफेद होते हैं
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગાજવીજ સાથે માવઠું : બરડાના રોજીવાડા, સોઢાણા અને સીમરમાં 1 થી 2 ઈંચ વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment