Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં એક જ રાતમાં 6 શખસ પાસેથી ડ્રગ્સ મળ્યું:દારૂ પીને વાહન ચલાવતા 40 નસેડી ઝડપાયા, નવલખી મેદાન સહિત 8 ડાર્ક સ્પોટ પર ચેકિંગ

    9 hours ago

    વડોદરા શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા અને નશાકારક પદાર્થોનું સેવન કરતા તત્વો પર અંકુશ લાવવા વડોદરા પોલીસે મોડી રાત્રે વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન 6 લોકો પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. જ્યારે દારૂ પીને વાહન ચલાવતા 40 નસેડી ઝડપાયા હતા. આ તમામ સામે કાર્યવાહી કરીને પૂછપરછનો ધમધમાટ તેજ કરી દેવાયો. મોડી રાત્રે નવલખી મેદાન સહિત 8 ડાર્ક સ્પોટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 25થી વધારે શંકાસ્પદ વાહનોના કેસ પણ નોંધવામાં આવ્યા હતા. દારૂ પીને વાહન હંકારતા 40 ઝડપાયા પોલીસની આ એન્ટી ડ્રગ્સ ડ્રાઇવનો મુખ્ય હેતુ શહેરમાં નશાકારક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો તેમજ જાહેર સ્થળોએ નશાનું સેવન કરતા તત્વોને ઝડપી પાડવાનો હતો. પોલીસે વિવિધ સ્થળોએ તપાસ અને ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો સામે પણ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. આ વિશેષ ડ્રાઇવને પગલે નશાકારક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરના 8 વિસ્તારોમાં પેટ્રોલિંગ-ચેકિંગ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસ છેલ્લા કેટલાક સમયથી ડ્રગ ટ્રાફિકિંગના વિરુદ્ધમાં એક અભિયાન ચલાવી રહી છે. તેના ભાગરૂપે આજે 'એન્ટી-ડ્રગ પેટ્રોલ' શરૂ કરવામાં આવી છે. આમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ડી-સ્ટાફના ચુનંદા અધિકારીઓની ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોને ડ્રોન કેમેરા, બોડી કેમેરા, બાયનોક્યુલર્સ (દૂરબીન), ડ્રગ ટેસ્ટિંગ કિટ અને સ્નિફર ડોગ્સથી સજ્જ કરીને શહેરના 8 જુદા-જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ લોન્ચ કરવામાં આવ્યું છે. ડ્રગ્સના કેસમાં શરૂઆતની લઈને અંત સુધી પૂછપરછ આ દરમિયાન અમારી પાસે 40 આલ્કોહોલ કન્ઝમ્પશનના કિસ્સાઓ, 25થી વધારે શંકાસ્પદ વાહનો (સસ્પિશિયસ વ્હીકલ્સ), 6 ડ્રગ પઝેશનના કેસો અને એક ડઝનથી વધારે શંકાસ્પદ ડ્રગ કન્ઝમ્પશનના કેસો વિવિધ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયા છે. આ તમામ કિસ્સાઓમાં કેસ દાખલ કરીને શરૂઆતથી લઈને અંત સુધી સઘન પૂછપરછ કરવામાં આવશે. ટ્રાફિકિંગ નેટવર્કમાં જોડાયેલા દરેક વ્યક્તિને ખુલ્લા પાડવા માટે કડક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ડ્રગ્સ સહિતની ગેરકાયદે પ્રવૃિતમાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી થશે જે વ્યક્તિઓ દ્વારા ડ્રગ્સનું સેવન કરવાની વિગતો બહાર આવી છે, તેમના મેડિકલ ટેસ્ટ કરીને ફોરેન્સિક ટેસ્ટના અંતે કન્ફર્મેશન થયા બાદ આવા વ્યક્તિઓ સામે પણ કાયદેસરના કેસ દાખલ કરવામાં આવશે. અમે સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે જે તત્વો આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, તેઓ અંધારાનો લાભ લઈને આવી પ્રવૃત્તિઓ ચલાવી ન શકે તેવી પરિસ્થિતિ અમે ઊભી કરીશું. નાગરિકોના સહયોગથી અમે તેમની વચ્ચે જ રહીને આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા તત્વોને ઓળખીશું, અલગ પાડીશું અને તેમની પાછળ પડીને કડક કાર્યવાહી કરીશુ. આવતા દિવસોમાં આ ઓપરેશન વધુ અસરકારક અને પરિણામલક્ષી રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં દિલધડક રેસ્ક્યૂ:મોટા વરાછામાં બાલ્કનીની સ્લાઈડિંગ વિન્ડો અચાનક લોક થતાં 30 વર્ષીય મહિલા ફસાઈ, ફાયર બ્રિગેડે મેઈન ડોર તોડી સહીસલામત બહાર કાઢી
    Next Article
    Trump Holds Exclusive Dinner For Top Meme Coin Holders Despite Price Crash

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment