Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત માટે 6 દિવસ ભારે, એકસાથે 4 સિસ્ટમ સક્રિય:આજે સુરત સહિત 7 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, વડોદરામાં 31 જુલાઈએ રેડ એલર્ટથી શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર

    1 day ago

    ગુજરાતમાં એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા આજરોજ 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે. આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજરોજ (30 જુલાઈ) સુરત સહિત 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં 1 મિમીથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઇંચ, સિંગવડમાં 1.06 અને મહીસાગરના લુણાવાડામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, આગામી 3 કલાક વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક (બપોરે 1 વાગ્યા સુધી) પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને દાહોદ જિલ્લામાં 40 કિમીની ઝડપે પવન અને વીજળી સાથે મધ્યમ વરસાદની (5થી 15 મિમી/કલાક) શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને આણંદ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના સાથે યલો વોચ રખાઈ છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિકજામની શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ જર્જરિત મકાનો કે ઝાડ નીચે ઊભા ન રહેવા એડવાઈઝરી અપાઈ છે. ગાંધીનગરમાં 'વેધર વૉચ ગ્રુપ'ની બેઠક, વહીવટી તંત્રને હાઈ એલર્ટ કરાયું ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અગ્રસ્થાને 'વેધર વૉચ ગ્રુપ'ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન માટે વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશનરે તમામ સંકલિત વિભાગોને સાધનો તથા ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન મોડમાં રહેવા, માર્ગ-મકાન વિભાગને જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા તેમજ કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા નીચલા સ્તરના લોકો સુધી આપત્તિના સંદેશા સમયસર પહોંચાડી એક્સ્ટ્રા કેર લેવા આદેશ આપ્યા હતા. રાજ્યમાં વિષમ વરસાદી પેટર્ન અને પૂર રાહત કામગીરીની સમીક્ષા બેઠક દરમિયાન રાહત કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યમાં વિષમ વરસાદી પેટર્ન જોવા મળી રહી છે, જ્યાં વલસાડ-નવસારીમાં 100 ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને ધોળકામાં ટૂંકા સમયમાં 20 ઈંચ જેટલો અભૂતપૂર્વ વરસાદ પડ્યો છે. આવી પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ કરાયા છે. સુરક્ષા દળોના સંકલનથી દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પહેલાં અગાઉથી અંદાજે 53,600થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તથા પૂરના પાણીમાં ફસાયેલા 9,600થી વધુ લોકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે. એકસાથે ચાર સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં 1. ડીપ ડિપ્રેશન, 2. મોનસૂન ટ્રફ, 3. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને 4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. આજે (30 જુલાઈ) દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત 1 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે મુસળધાર વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ માછીમારો માટે વોર્નિંગ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે દાસના જણાવ્યા મુજબ, રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે થંડરસ્ટોર્મની વોર્નિંગ 1 ઓગસ્ટ સુધી આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ રહેશે અને તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટના કારણે મજબૂત પવનની સ્થિતિ રહેશે, જેમાં પવનની ગતિ 20થી 25 નોટ્સ રહેશે. ભારે પવનની સંભાવનાથી 1 ઓગસ્ટ સુધી માછીમારો માટે વોર્નિંગ જારી કરાઈ છે. રાજ્યમાં સક્રિય સિસ્ટમો અને તેની વરસાદ પર અસર 1. ડીપ ડિપ્રેશન 2. મોન્સૂન ટ્રફ 3. અપર એર સરક્યુલેશન સરક્યુલેશન 4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
    Click here to Read More
    Previous Article
    'ભાઈ તેરા સ્ટાર હૈ':વાર્તામાં દમ નથી, કોમેડીમાં હસવું નહીં આવે; રાઘવની પહેલી સોલો લીડ ફિલ્મે માથાનો દુખાવો કર્યો
    Next Article
    મંત્રીના વીડિયોમાં ધ ડર્ટી પિક્ચરનું ગીત:‘મોઢવાડિયાનો મોરલો’ કળા કરી ગયો!, MLAના પપ્પાની ધાક જુઓ, લાગવગોથી પોલીસ થાકી ગઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment