Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 કલાક... 4 અકસ્માત... 3 મોત:ધંધુકા-ધોલેરા પંથકમાં બેક ટુ બેક અકસ્માતમાં 10થી વઘુ ઘાયલ; પીપળી પાસે ટ્રકની અડફેટે યુવકનો જીવ ગયો

    21 hours ago

    અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા પંથક માટે આજનો દિવસ અત્યંત ગોઝારો સાબિત થયો છે. 6 કલાકમાં અલગ-અલગ ચાર સ્થળે સર્જાયેલા માર્ગ અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની આ શ્રેણીને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 1. પીપળી પાસે ટ્રકની અડફેટે યુવકનું મોત વહેલી સવારે ધોલેરા નજીક પીપળી ગામ પાસે રોડની સાઈડમાં ઉભેલા રણજીત યાદવ નામના વ્યક્તિને પૂરપાટ ઝડપે આવતાં ટ્રકે જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, રણજીતભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. 2. હેબતપુર પાટિયા પાસે હિટ એન્ડ રન: 26 વર્ષીય મહિલાનું મોત વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ-ભાવનગર હાઈવે પર હેબતપુર પાટિયા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહેલી પીકઅપ વાન કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત સર્જી અજાણ્યું વાહન ફરાર થઈ ગયું હતું. ધોલેરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. 3. રોજકા પાસે ઇકો અને ડમ્પર વચ્ચે ટક્કર: વધુ એક મહિલાનું મોત ધંધુકા-ધોલેરા માર્ગ પર રોજકા ગામ પાસે આજે સનારે 9 વાગ્યાની આસપાસ ઇકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ગોપીબેન ચાવડા નામની મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. 4. હેબતપુર-નાવડા રોડ પર છકડો પલટ્યો: 6 શ્રમિક ઘાયલ અકસ્માતની ચોથી ઘટનામાં સવારે 10 વાગ્યાની આસપાસ હેબતપુર-નાવડા રોડ પર શ્રમિકો ભરેલો એક છકડો અચાનક રોડની સાઈડમાં પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં છકડામાં સવાર 6 શ્રમિકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલ ખાતે કલ્પાંત તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં મૃતકોના સ્વજનોના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે તમામ બનાવોમાં ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજી નજીક ખાનગી બસ પલટી, 22 મુસાફરો ઘાયલ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ધાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગ પર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 પૈકી 19 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જ્યારે 6 ગંભીર રીતે ઘાયલ થયા છે. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    IPL 2026, RCB vs SRH LIVE Cricket Score Online: Virat Kohli slams 50, Royal Challengers Bengaluru 176/4 vs Sunrisers Hyderabad
    Next Article
    14 એપ્રિલે હજારોની મેદની સાથે રાજકોટ CP ઓફિસ જઈશું’:ઉપલેટામાં જિજ્ઞેશ મેવાણીએ કહ્યું- જગદીશ બાંગરવા સામે FIR કરો; પાલ આંબલિયાએ કહ્યું- સરકાર 35 હજારનો પાક વીમો ખાઈ ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment