Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના વાંકાનેર તાલુકામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી:રામપરા રેન્જ દ્વારા 6 ગામોમાં ચિત્ર સ્પર્ધા, 380 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    2 days ago

    મોરબી જિલ્લામાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ 2026 ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વીડી ભોજપરા, પલાસ, ભોજપરા અને જાંબુડિયા ગામોમાં થઈ હતી. આ અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા અને અન્ય સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં કુલ 380 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જાલસીકા અને વીડી ભોજપરા ગામની શાળાઓમાં 135 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ પણ અપાઈ હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચ દ્વારા વિદ્યાર્થીઓને વન્યપ્રાણીઓનું પર્યાવરણમાં મહત્વ સમજાવવામાં આવ્યું. તેમણે વન્યપ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    HDFCના 2 અધિકારીઓ પર ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ:બોર્ડને તપાસ અહેવાલ સોંપ્યો, 27 ઓક્ટોબરે અનુપ બાગચી બેંકની કમાન સંભાળશે
    Next Article
    સુરેન્દ્રનગર નજીક માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા:દુધરેજ પાસે મામાના મંદિર નજીક ઘટના, રાજકોટ-સુરેન્દ્રનગર રેલ માર્ગ ખોરવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment