Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ભાદરવી પૂનમ-અંબાજી મહામેળાનો છેલ્લો દિવસ:સવારે મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ; વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કરશે ધજારોહણ, 6 દિવસમાં 38 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

    11 hours ago

    આજે ભાદરવી પૂનમ શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી મહામેળા-2026નો આજે છેલ્લો અને સાતમો દિવસ છે. મા અંબાના ધામ અંબાજીમાં સાત દિવસીય મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા છે. ભક્તોએ મા જગતજનની અંબાના દર્શન કરી તેમના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. સવારથી જ અંબાજીના નિજ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે અને મંદિરથી લઈને સમગ્ર અંબાજીમાં ચારે તરફ ભક્તિમય માહોલ છવાયો છે. 40 લાખથી વધુ ભક્તો દર્શન કરશે ભાદરવી મહામેળાના છઠ્ઠા દિવસે કુલ 3,72,126 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. જ્યારે છ દિવસમાં દર્શન કરનારા ભક્તોની કુલ સંખ્યા 38,23,469 પર પહોંચી છે. મંદિર ટ્રસ્ટે 40 લાખથી વધુ ભક્તો દર્શન કરશે એવી ધારણા બાંધી હતી, જે આજે પૂર્ણ થઈ જશે અને અંદાજે 42-45 લાખ ભક્તો દર્શન કરશે. ભક્તોની ભારે આવકને પગલે અંબાજી મંદિર અને આસપાસના વિસ્તારોમાં સતત જય અંબેના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભંડાર કાઉન્ટરની આવક 29.63 લાખ, છ દિવસમાં 1.83 કરોડ ભાદરવી મેળાના છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્ટર પરથી રૂ. 29,63,582ની આવક નોંધાઈ હતી. જ્યારે છ દિવસની કુલ આવક રૂ. 1,83,10,515 થઈ છે. આ આંકડા મેળા દરમિયાન ભક્તોની મોટી સંખ્યામાં હાજરી અને પ્રસાદ વ્યવસ્થાનો વ્યાપ દર્શાવે છે. મહામેળાના છઠ્ઠા દિવસે ભક્તોને વિતરણ કરવામાં આવેલા મોહનથાળ પ્રસાદના કુલ 2,63,657 પેકેટનું વિતરણ થયું હતું. 6 દિવસમાં મોહનથાળ પ્રસાદના 28.90 લાખ પેકેટનું વિતરણ થયું છે, આ ઉપરાંત 3927 ભક્તો-સંઘોએ ધજા ચડાવી છે. અંબાજી મેળાની તસવીરો
    Click here to Read More
    Previous Article
    'એક આતંકવાદી દેશ મને સવાલ પૂછે છે...':UNમાં જયશંકરે પાકિસ્તાનના રિપોર્ટરનો ક્લાસ લીધો, એક જ વાક્ય બોલીને બોલતી બંધ કરી હસીને ચાલતા બન્યા
    Next Article
    કદવાલ તાલુકામાં ધામધૂમથી ગણપતિ દાદાને વિદાય અપાઈ:10 દિવસની પૂજા-આરતી બાદ ડીજેના તાલે ભાવપૂર્વક મૂર્તિઓનું વિસર્જન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment