Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના રાણેકપર સીમમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 6 ઝડપાયા:પંચાસરી સીમમાંથી રૂ. 37,900 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

    10 hours ago

    હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં પંચાસરી તરીકે ઓળખાતી જગ્યાએ પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 37,900 સહિતનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે રાણેકપર ગામની પંચાસરી સીમમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જાહેરમાં જુગાર રમતા અજીતભાઈ સોમાભાઈ ગોહિલ, અરવિંદભાઈ ઘનશ્યામભાઈ ચાવડા, હિરજીભાઈ લક્ષમણભાઈ સરાવડીયા, દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર, અશોકભાઈ નાગજીભાઈ વઢરકીયા અને અમૃતભાઈ અવચરભાઈ ઓડીયાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તમામ 6 આરોપીઓ પાસેથી કુલ રૂ. 37,900 રોકડ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. આ તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    18,600 ફૂટની ઊંચાઈએ મોતનાં મુખમાંથી દર્દીને એરલિફ્ટ કરાયો, VIDEO:હવામાં માત્ર ‘એક સ્કિડ’ પર હેલિકોપ્ટર બેલેન્સ કર્યું, કારગિલમાં સેનાનું શ્વાસ અધ્ધર કરી દેતું રેસ્ક્યુ
    Next Article
    હળવદમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ:પોલીસે 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોને ઝડપ્યા, એક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment