Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ યુથ વન-ડેમાં ભારતનો દબદબો:ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી મેચમાં 6 વિકેટે જીત મેળવી 3-0થી સિરીઝ કબજે કરી, ફાઇનલમાં કેપ્ટન લક્ષ્યની શાનદાર સેન્ચુરી

    1 day ago

    રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રણ મેચોની અંડર-19 યુથ વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતીય ટીમે સર્વાંગી પ્રદર્શન દાખવી ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે કચડી નાખ્યું છે. આ વિજય સાથે ભારતે ત્રણ મેચની સિરીઝ 3-0થી પોતાના નામે કરી ક્લીન સ્વીપ નોંધાવી છે. ભારતીય કેપ્ટન લક્ષ્ય રાયચંદાણીએ સામેથી નેતૃત્વ કરતા અણનમ 110 રનની કેપ્ટનશીપ ઇનિંગ રમી ટીમને આસાન વિજય અપાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા 254 રનમાં ઓલઆઉટ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે સારી શરૂઆત કરી હતી. ઓપનર ઝેડ હોલીકે 88 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 87 રનની લડાયક ઇનિંગ રમી હતી, જ્યારે નીલ પટેલે 71 બોલમાં 51 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, મિડલ ઓર્ડરમાં ભારતીય બોલરોએ પ્રવાસી ટીમના રન-રેટ પર અંકુશ લગાવી નિયમિત અંતરે વિકેટો ઝડપી હતી. સૌરાષ્ટ્રના હોમ-ગ્રાઉન્ડ પર રમી રહેલા સ્થાનિક ખેલાડી મોહિત ઉલવાએ ઘાતક સ્પેલ નાખતા 9.3 ઓવરમાં માત્ર 43 રન આપી 3 મહત્વની વિકેટ ઝડપી હતી. મનલ ચૌહાણે પણ સચોટ લાઈન-લેન્થ સાથે 3 શિકાર કર્યા હતા. આજની મેચમાં ડેબ્યુ કરી રહેલા સ્થાનિક પેસર આર્યન સવસાણીએ 6 ઓવરમાં 39 રન આપી 1 વિકેટ મેળવી પ્રભાવિત કર્યા હતા. સંપૂર્ણ ઓસ્ટ્રેલિયન ટીમ 49.3 ઓવરમાં 254 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્ય રાયચંદાણીની કેપ્ટન્સ નોક: 41.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ 255 રનના વિજયી ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર્સ તરફથી સંગીન શરૂઆત મળી હતી. કેપ્ટન લક્ષ્ય રાયચંદાણીએ શરૂઆતથી જ કાંગારૂ બોલિંગ આક્રમણને દબાવમાં રાખી 106 બોલમાં 9 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 110 રન ફટકાર્યા હતા. આર્યવીર સહેવાગે 31 બોલમાં 34 રનની ઝડપી ઇનિંગ રમી મોમેન્ટમ સેટ કર્યું હતું. ત્યારબાદ કુશાગ્ર ઓઝા (53 બોલમાં 45 રન) અને રજત બાઘેલ (34 બોલમાં 44 રન)એ સ્કોરબોર્ડમાં સારું પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. ભારતે નિર્ધારિત ટાર્ગેટ માત્ર 41.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 255 રન સાથે હાંસલ કરી લીધો હતો. બેટિંગમાં પ્રશંસનીય યોગદાન આપવા બદલ લક્ષ્ય રાયચંદાણીને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા. વન-ડે સિરીઝમાં શાનદાર વિજય બાદ હવે બંને ટીમો વચ્ચે 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન યુથ ટેસ્ટ મેચ રમાશે, જેમાં ભારતીય ટીમ પોતાનો આ દબદબો જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. જુઓ મેચની તસવીરો
    Click here to Read More
    Previous Article
    જામનગર શિક્ષણ સમિતિની નવી બોડી માટે 12 નામો જાહેર:ચેરમેનપદ માટે એડવોકેટ હેમલભાઈ ચોટાઈનું નામ ચર્ચામાં, બાકીના 11 દાવેદારોએ પણ ફોર્મ ભર્યા
    Next Article
    Udta Teer Trailer: Ayushmann Khurrana Plays Pakistani 'Dhurandhar' With Amnesia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment