Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજી મંદિરમાં 6 માસથી બંધ પડેલા દાનની ગણતરી:બીજા દિવસે 27 લાખ 39 હજારથી વધુની રોકડ ગણાઈ, 6 નવેમ્બર સુધી ગણતરી ચાલશે

    1 day ago

    બહુચરાજી માતાજીના મંદિરમાં છેલ્લા છ મહિનાથી સ્ટોર રૂમમાં કોથળામાં ભરીને રાખવામાં આવેલી દાનની રકમની ગણતરી 28 ઓક્ટબરને બુધવારથી સીસીટીવી કેમેરાની કડક સુરક્ષા અને નિગરાની હેઠળ શરૂ કરાઈ છે. આ વિશેષ કામગીરી માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં એક નાયબ કલેક્ટર, એક મામલતદાર, બે નાયબ મામલતદાર અને ત્રણ મહેસૂલી તલાટી સહિતના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ મંદિરના 21 કર્મચારીઓ અને 3 બેંક અધિકારીઓ આ પ્રક્રિયામાં જોડાયા છે. દાનની ગણતરી માટે બે રૂમમો ઉપયોગ ગણતરીની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે કચેરીના બે અલગ-અલગ રૂમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક રૂમમાં ચલણી નોટોને અલગ પાડવામાં આવી રહી છે, જ્યારે બીજા રૂમમાં નોટો ભેગી કરીને આધુનિક મશીનો દ્વારા તેની ગણતરી કરવામાં આવી રહી છે. કડી પ્રાંત અધિકારી જાગૃતિબેન પટેલની ઉપસ્થિતિમાં આ ગણતરીનો પ્રારંભ કરાયો હતો. સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોડિંગ રખાશે મંદિરના વહીવટદાર એ. કે. ઠક્કરે જણાવ્યું કે, દાનની આ સંપૂર્ણ ગણતરી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનું વીડિયો રેકોર્ડિંગ કાયમી ધોરણે સુરક્ષિત સાચવી રખાશે. દાન ગણતરીના પ્રથમ દિવસે અંદાજે 20 લાખ રૂપિયાની રોકડ રકમ ગણવામાં આવી હતી. બીજા દિવસે (29 ઓક્ટોબર) 27 લાખ 39 હજાર 600 રૂપિયાની રોકડની ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. 6 નવેમ્બર સુધીની વિગતો જાહેર કરાશે આ દાન ગણતરીની આ મહત્વપૂર્ણ કામગીરી આગામી 6 નવેમ્બર સુધી સતત ચાલુ રહેનાર છે. વહીવટી તંત્ર દ્વારા પારદર્શિતા જાળવવાના હેતુસર દરરોજની ગણતરી પૂર્ણ થયા બાદ તે દિવસ દરમિયાન ગણવામાં આવેલી કુલ રકમ તેમજ નોટોની વિગતવાર માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભૂતાનમા ગ્લેશિયર તળાવ ફાટ્યું, ગરમ પાણીનું કુંડ વહી ગયું:હાઈવે-રસ્તાઓ ધોવાયા; બંગાળ-આસામમાં પૂરનું એલર્ટ, 10 હજાર લોકોને સ્થળાંતર કરાયા
    Next Article
    'મોદી કહી નહીં જાયેગા...હમ તુમ્હારે સાથ હૈ' નારા લાગ્યા:ભીલડીમાં રોડ-શો કરી પીએમ BBBRC સેન્ટર પહોંચ્યાં, વાછરડાને વ્હાલ કરીને દૂધ પીવડાવ્યું; પ્રથમવાર ખાટલા સભા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment