Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારના 6 જિલ્લાઓના 255 ગામોમાં પૂર:યુપીમાં 15 નદીઓ ખતરાના નિશાનથી ઉપર; રાજસ્થાનમાં તાપમાન 40°Cને પાર

    9 hours ago

    બિહારમાં ગંડક નદીમાં ઘોડાપૂર અને તટબંધ તૂટી જવાને કારણે સારણ સહિત 6 જિલ્લાઓનાં આશરે 255 ગામો પૂરડની ઝપેટમાં છે. તેનાથી લગભગ 4 લાખ લોકો પ્રભાવિત થયા છે. 44 હજાર લોકો ઘર છોડીને જઈ ચૂક્યા છે. રાજ્યની મુખ્ય નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં આજે સવારથી મોટાભાગના જિલ્લાઓમાં તડકો નીકળ્યો છે. હવામાન વિભાગે આજે કોઈ પણ જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું નથી. રાજ્યમાં નદીઓ હજુ પણ ઘોડાપૂર પર છે. ગંગા, શારદા સહિત 15 નદીઓ જોખમના નિશાનની નજીક વહી રહી છે. ઉન્નાવમાં સઈ નદીનું પાણી 12થી વધુ ગામોમાં ઘૂસી ગયું છે. રાજસ્થાનમાં ઑક્ટોબરમાં પણ દિવસ દરમિયાન ભારે ગરમી છે. તાપમાન 40°Cથી ઉપર પહોંચી ગયું છે. તેની સૌથી વધુ અસર પશ્ચિમ જિલ્લાઓમાં છે. શુક્રવારે સૌથી વધુ તાપમાન પિલાણી (ઝુંઝુનુ)માં નોંધાયું હતું. બીજી તરફ, પૂર્વી જિલ્લાઓમાં રાત્રિના તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. સીકર, ભીલવાડા, ઉદયપુર અને નાગૌરમાં રાત્રે ઠંડક વધી ગઈ છે. આ શહેરોમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 20°Cથી નીચે રહ્યું હતું. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો રાજસ્થાન: ઑક્ટોબરમાં પણ તાપમાન 40 ડિગ્રીથી ઉપર, રાત્રે ઠંડક રાજસ્થાનમાં ઑક્ટોબરમાં પણ દિવસ દરમિયાન ભારે ગરમી છે. તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. સૌથી વધુ અસર પશ્ચિમી જિલ્લાઓમાં છે. શુક્રવારે સૌથી વધુ તાપમાન પિલાણી (ઝુનઝુનુ)માં નોંધાયું. યુપી: ગોંડામાં 25 હજાર લોકો પૂરથી ફસાયા, ઉન્નાવનાં 12 ગામોમાં પાણી યુપીમાં આજે એટલે કે શનિવારે સવારથી મોટાભાગના જિલ્લાઓમાં તડકો નીકળ્યો છે. હવામાન વિભાગે આજે કોઈપણ જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું નથી. જોકે વરસાદ તો અટકી ગયો છે, પરંતુ નદીઓ હજુ પણ ગાંડીતૂર બની છે. બિહાર: 6 જિલ્લાનાં 255 ગામો પાણીમાં ડૂબ્યાં, 4 લાખની વસ્તી પૂરથી પ્રભાવિત બિહારમાં પૂર પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ગંડક નદીમાં ઘોડાપૂર અને તટબંધ તૂટવાને કારણે સારણ સહિત 6 જિલ્લાનાં લગભગ 255 ગામો પૂરથી પ્રભાવિત છે. જેના કારણે લગભગ 4 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. 44 હજાર લોકો ઘર છોડીને જઈ ચૂક્યા છે. મધ્ય પ્રદેશ: રાજ્યના અડધા ભાગમાં દુષ્કાળ જેવી સ્થિતિ, માત્ર 25 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ મધ્ય પ્રદેશના અડધા વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. 55માંથી 30 જિલ્લાઓમાં સામાન્ય વરસાદનો ક્વોટા પૂર્ણ થયો નથી. તેમાં પણ 11 જિલ્લા એવા છે, જ્યાં 80%થી ઓછો વરસાદ થયો છે. અલીરાજપુરમાં તો અડધો વરસાદ પણ થયો નથી. હરિયાણા: ઑક્ટોબર મહિનામાં પણ ગરમી યથાવત, મહેન્દ્રગઢ સૌથી ગરમ હરિયાણામાં ઑક્ટોબરની શરૂઆત થઈ હોવા છતાં ગરમીથી રાહત મળી નથી. વરસાદ ન થવાથી અને હવામાન શુષ્ક રહેતાં રાજ્યમાં દિવસનું તાપમાન વધી રહ્યું છે. શુક્રવારે રાજ્યના સરેરાશ મહત્તમ તાપમાનમાં ગુરુવારની સરખામણીએ 0.6 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો. પંજાબ-ચંડીગઢ: હવામાન શુષ્ક રહેશે, વરસાદની શક્યતા નથી પંજાબ અને ચંડીગઢમાં હવામાન હવે સતત ડ્રાય રહ્યું છે. ઉત્તર-પશ્ચિમના પવનોની અસરથી વાતાવરણમાં ભેજ ઘટી રહ્યો છે અને વરસાદની શક્યતાઓ પણ ઓછી બની રહી છે. રાજ્યના સરેરાશ મહત્તમ તાપમાનમાં 0.4 ડિગ્રીનો વધારો થયો છે. હિમાચલ: આજથી ચોમાસાની વિદાયના સંકેત, છથી આઠ તારીખ સુધી ભારે વરસાદ હિમાચલ પ્રદેશમાંથી લગભગ સાડા ત્રણ મહિના બાદ આજથી ચોમાસાની વિદાયના સંકેતો છે. આગામી 48 કલાકની અંદર સમગ્ર રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર, ચોમાસાની વિદાય માટે હાલમાં પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. ઉત્તરાખંડ: આજે ચોમાસું વિદાય લેશે, 3-4 ઓક્ટોબરે તમામ જિલ્લાઓમાં હવામાન સ્વચ્છ ઉત્તરાખંડમાંથી આજે ચોમાસું વિદાય લઈ લેશે. આગામી 24 કલાકમાં ચોમાસું રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી પરત ફરવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, 3 અને 4 ઓક્ટોબરે તમામ 13 જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે. મેદાની વિસ્તારોમાં સવારે હળવાથી મધ્યમ ધુમ્મસની સ્થિતિ સર્જાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ઇમરાનની પાર્ટી અને પાકિસ્તાન સરકાર વચ્ચે આજે વાતચીત:ઇસ્લામાબાદ માર્ચ ટાળવા અંગે ચર્ચા; PTIની માગ- ઇમરાનને મળવા દેવામાં આવે, હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવે
    Next Article
    PM મોદીની પ્રેરણાથી મહિલાઓ મધની ખેતી તરફ વળી:સુરેન્દ્રનગરમાં 50થી 60 બહેનોને રોજગારી મળી, આત્મનિર્ભર બની

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment