Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરસોમનાથમાં મતદાન માટે તંત્ર સજ્જ:6 હજારથી વધુ સ્ટાફ, 2300 પોલીસ જવાન EVM મથકો તરફ રવાના

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે, 26 એપ્રિલે મતદાન યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી એ.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે 1194 મતદાન મથકો પર 1850 EVM મશીનો સાથે 4,974 પુલિંગ સ્ટાફ તૈનાત કરાયો છે. જ્યારે વેરાવળ, તાલાળા, સુત્રાપાડા અને ઉના નગરપાલિકાની ચૂંટણી માટે 203 મતદાન મથકો પર 262 EVM સાથે 1,085 કર્મચારીઓ ફરજ પર મુકાયા છે. આમ, કુલ 6,059 પુલિંગ સ્ટાફ મતદાન પ્રક્રિયા સંભાળશે. તમામ કર્મચારીઓને આજે રિસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર પરથી પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM સાથે તેમના મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની 28 બેઠકો અને તાલુકા પંચાયતની 128 બેઠકો માટે કુલ 6,98,646 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આમાં 3,58,458 પુરુષ, 3,40,184 મહિલા અને 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. નગરપાલિકાની ચૂંટણી માટે વેરાવળ, તાલાળા, સુત્રાપાડા અને ઉનાની કુલ 128 બેઠકો પર 2,06,910 મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. જેમાં 1,05,570 પુરુષ, 1,01,336 મહિલા અને 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 03 DYSP, 01 PI, 31 PSI સહિત પોલીસ, GRD અને SRPFના જવાનો મળી કુલ 2300થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાયા છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આમ, ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલે યોજાનાર મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કુમાર મંગલમ બિરલાને હાઇકોર્ટની નોટિસ:ગ્રાહકોને ટેલિફોન ડિરેક્ટરી અને આઈટમાઈઝ્ડ બિલ ન પૂરા પાડવાનો આરોપ, VIનું લાયસન્સ રદ કરવા વડોદરાના શખસની અરજી
    Next Article
    ઉમરેઠ પેટાચૂંટણીમાં 1.33 લાખ મતદારો માટે અલગ શાહી વ્યવસ્થા:સ્થાનિક સ્વરાજ્ય મતદાનમાં ગેરસમજ દૂર કરાશે, ડાબા હાથની મધ્ય આંગળી પર શાહી લગાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment