Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 6 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા:મહાપાલિકામાં 178, જિલ્લા પંચાયતમાં 78 ઉમેદવારો મેદાનમાં

    1 week ago

    મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 6 ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા છે. આ સાથે મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત માટે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. મહાનગરપાલિકાની 52 બેઠકો માટે હવે 178 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 78 ઉમેદવારો ચૂંટણી લડશે. મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી અપક્ષ ઉમેદવારી કરનારા પૂર્વ પાલિકા પ્રમુખ અનોપસિંહ જાડેજાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. જોકે, તેમના પત્ની સીતાબા અનોપસિંહ જાડેજાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે અને તેઓ ચૂંટણી મેદાનમાં યથાવત છે. ઉલ્લેખનીય છે કે, સીતાબા જાડેજાના ફોર્મ ભરવા સમયે રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે રકઝક થઈ હતી, જેના વીડિયો પણ વાયરલ થયા હતા. આ ઉપરાંત, મોરબીના વોર્ડ 10 માંથી ભાજપથી નારાજ થઈને અપક્ષ ઉમેદવારી કરનાર હર્ષદ કંઝારીયાએ પણ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. તેવી જ રીતે, વોર્ડ નંબર 13 માંથી અપક્ષ ઉમેદવાર દીપેશ તુલસી સોનગ્રાએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. મોરબી જિલ્લા પંચાયતની આમરણ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હસીનાબેન કાસમ સુમરાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. તેમણે સત્તાવાર રીતે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. જિલ્લા પંચાયતની અન્ય બે બેઠકો પરથી પણ ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા છે. ટંકારા તાલુકા પંચાયતની બંગાવડી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચેતનાબેન કટારિયાએ પણ પોતાનું ફોર્મ પાછું ખેંચી ભાજપ અને તેના ઉમેદવારને સમર્થન આપ્યું છે. જ્યારે ટંકારા તાલુકા પંચાયતની નાના ખીજડીયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરનાર ધ્રુવનગરના રાજવી ધર્મરાજસિંહ બાલકૃષ્ણ જાડેજાએ પણ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું છે અને તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે.
    Click here to Read More
    Previous Article
    પાટડી નગરપાલિકાની 18 બેઠકો પર ભાજપ બિનહરીફ:દસાડા તાલુકા પંચાયતની 3 બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજેતા
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:કોંગ્રેસના ઉમેદવારને ભાજપની 30 લાખની ઓફર, LD એન્જિ.ની હોસ્ટેલનો સ્લેબ વિદ્યાર્થિની માથે પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment