Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠાના 6 વિધાનસભા વિસ્તારોમાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો:બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ લાભાર્થીઓને સહાય અને પ્રતિભાઓનું સન્માન કરાયું

    9 hours ago

    બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના 6 વિધાનસભા વિસ્તારોમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજનો ઇતિહાસ, સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન લોકો સુધી પહોંચાડવાના હેતુથી આદિજાતિ વિકાસ વિભાગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં લાભાર્થીઓને સહાય અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. દાંતા ખાતે મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાંતા ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા (કુમાર)માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેના અધ્યક્ષ સ્થાને રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાંકરેજના નાણોટા પ્રાથમિક શાળામાં રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈ, કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસંગ પરમાર અને ઓગડ તાલુકા પંચાયત પ્રમુખ નિતા ઠાકોર હાજર રહ્યા હતા. ધાનેરા, ડીસા, પાલનપુર અને વડગામમાં સાંસદ તથા ધારાસભ્યો હાજર રહ્યા ધાનેરાના જડિયા સ્થિત વિવેકાનંદ વિદ્યાલયમાં સાંસદ મયંક નાયક, ધારાસભ્ય માવજી દેસાઈ, ધાનેરા તાલુકા પંચાયત પ્રમુખ રીન્કુ ઠાકોર અને દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખ જશુબા વાઘેલા હાજર રહ્યા હતા, જ્યારે ડીસાના કંસારી સ્થિત ગોવર્ધન કોલ્ડ સ્ટોરેજમાં ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બબી ચૌધરી અને ડીસા તાલુકા પંચાયત પ્રમુખ ઉષા ડાભી ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરના છાપરા પ્રાથમિક શાળામાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રધાનજી રાઠોડ તથા વડગામના જલોત્રા પ્રાથમિક શાળામાં ધારાસભ્ય સરદાર ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ અનુ પટેલ અને જિલ્લા પંચાયત દંડક આંચલ બ્રહ્મભટ્ટ જોડાયા હતા. લાભાર્થીઓને સહાય વિતરણ અને વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ આ કાર્યક્રમોમાં યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીપત્રો, કિટ અને સહાયનું વિતરણ કરાયું હતું, તેમજ શિક્ષણ, રમતગમત, કલા-સંસ્કૃતિ અને સામાજિક સેવા ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા આદિવાસી નાગરિકો અને વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અને વિકાસનાં કામો દર્શાવતી ટૂંકી દસ્તાવેજી ફિલ્મ બતાવાયા બાદ ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વાઘોડિયામાં જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી:ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી, આદિવાસી સમાજના વારસા અને યોગદાનને ઉજાગર કરાયું
    Next Article
    'Chinese Spy' Alice Huang Left Company In 2025: Megaspeed Amid Nvidia Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment