Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘોડિયામાં જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી:ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી, આદિવાસી સમાજના વારસા અને યોગદાનને ઉજાગર કરાયું

    9 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર અને જિલ્લાના વાઘોડિયા ખાતે આદિવાસી સંસ્કૃતિ, સિદ્ધિઓ અને કલ્યાણકારી યોજનાઓને ઉજાગર કરતા જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયો હતો. જનજાતિય ગૌરવ દિવસ ની ઉજવણીનો મુખ્ય ઉદેશ ભગવાન બિરસા મુંડાના જીવન, સાહસ અને અમૂલ્ય યોગદાનને યાદ કરવાની સાથે ભારતના આદિવાસી સમુદાયોના સમૃદ્ધ વારસા, ઓળખ અને ગૌરવની ઉજવણી કરવાનો હતો. આદિવાસી સાંસ્કૃતિક સમૂહ નૃત્ય સહિતના કાર્યક્રમો કાર્યક્રમનો પ્રારંભ ભગવાન બિરસા મુંડા અને આદિવાસી ધરતી આબાની પૂજા-અર્ચના તથા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આદિવાસી વિકાસ અધિકારી દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો દ્વારા સ્વાગત ગીત અને નૃત્ય પ્રસ્તુતિ, પરંપરાગત રીતે મહાનુભાવોનું સ્વાગત તથા આદિવાસી સાંસ્કૃતિક સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનારા આદિવાસી પ્રતિભાઓનું સન્માન કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયી સંબોધનો કરવામાં આવ્યાં હતાં તેમજ શિક્ષણ, ખેતી અને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનારા આદિવાસી પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા જિલ્લાના ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ, પ્રગતિશીલ આદિવાસી ખેડૂતો તથા રાજ્યકક્ષાના ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા આદિવાસી ખેલાડીઓનો સમાવેશ થાય છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓએ અનુભવો રજૂ કર્યા આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ દર્શાવતી દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકારી યોજનાઓના મહિલા અને પુરુષ લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ વાઘેલા (વાઘોડિયા), શૈલેષભાઈ મહેતા (ડભોઈ) અને ચૈતન્યસિંહ ઝાલા (પાદરા), વાઘોડિયા નગરપાલિકાના પ્રમુખ બ્રિજેશ ગોસ્વામી, વરિષ્ઠ આગેવાનો, વાઘોડિયા તાલુકા પંચાયતનાં પ્રમુખ જયાબેન વસાવા, શિનોર તાલુકા પંચાયતનાં પ્રમુખ હીનાબેન રોહિત, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    IND vs NZ મેચ રોમાંચક સ્થિતિમાં:ભારતને જીત માત્ર 1 વિકેટની જરૂર, કિવીઝને 29 રન જોઈએ; કેપ્ટન સેન્ટનર આઉટ થયો
    Next Article
    બનાસકાંઠાના 6 વિધાનસભા વિસ્તારોમાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો:બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ લાભાર્થીઓને સહાય અને પ્રતિભાઓનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment