Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં વરસાદી માહોલ, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદ:અમદાવાદ સહિતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ; ગરમીમાં 2 ડિગ્રીનો ઘટાડો

    1 day ago

    ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થયો છે. 17 જૂનના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. પવન અને વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા મહેસાણા, ભરૂચ માં આગામી 10 વાગ્યા સુધી ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાલાસિનોરમાં સૌથી વધુ 5.78 ઇંચ વરસાદ, અમદાવાદ સહિત અનેક શહેરો પાણી-પાણી 17 જૂનથી આજે વહેલી સવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં રાત્રિ દરમિયાન સૌથી વધુ 5.78 ઇંચ (147mm) ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કોઠંબામાં 1 ઇંચ (26mm), લુણાવાડામાં 19mm, વીરપુરમા 11mm, ગોધરામાં 09mm અને ખાનપુરમાં 03mm વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુરમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. પંચમહાલના ગોધરા, છોટાઉદેપુર, આણંદના બોરસદ અને પેટલાદ પંથકમાં પણ મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ અને ઓગણજ આસપાસ પણ વરસાદી છાંટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા 24 કલાલમાં તાપમાનમાં થયેલો ફેરફાર છેલ્લા 24 કલાકમાં ચોમાસાની પ્રગતિ અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ગગડ્યો છે, જેનાથી લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે. 16 જૂનના રોજ રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતું શહેર અમદાવાદ હતું, જ્યાં પારો 40.6°C નોંધાયો હતો. જોકે, છેલ્લા 24 કલાકમાં તેમાં 0.8°Cનો ઘટાડો થતાં 17 જૂને તે 39.8°C નોંધાયું છે, જે સમગ્ર રાજ્યમાં હજુ પણ સૌથી વધુ મહત્તમ તાપમાન છે પરંતુ અગાઉના અઠવાડિયાના 42°C+ તાપમાનની સરખામણીએ સામાન્ય તાપમાનની ઘણું નજીક છે. ગરમીમાં સૌથી મોટો ઘટાડો પાટનગર ગાંધીનગરમાં 1.0°Cનો નોંધાયો છે, જ્યાં મહત્તમ પારો 39°Cથી ઘટીને 38°C પર આવી ગયો છે. આ જ રીતે ભાવનગરમાં 0.8°Cનો ઘટાડો (40.2°Cથી ઘટીને 39.4°C), વડોદરામાં 0.8°Cનો ઘટાડો (39.2°Cથી ઘટીને 38.4°C), નલિયામાં 0.6°Cનો ઘટાડો (34.6°Cથી ઘટીને 34°C) અને ભુજમાં 0.3°Cના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 36.2°C નોંધાયું છે. બીજી તરફ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં સામાન્યથી મધ્યમ વધારો જોવા મળ્યો છે. 15 જૂનની તારીખ વીતી ગઈ છતાં ચોમાસું કેમ અટક્યું? ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાની નિયમિત તારીખ 15 જૂન છે અને 30 જૂન સુધીમાં તે સમગ્ર રાજ્યને કવર કરી લે છે. જોકે, આ વર્ષે 15 જૂન વીતી ગઈ હોવા છતાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ન થતાં ચિંતા વધી છે. ચોમાસું ગત 8 જૂનથી પશ્ચિમી તટ પર લગભગ સ્થિર (અટકેલું) છે. પ્રખ્યાત હવામાન એજન્સી 'સ્કાયમેટ'ના જણાવ્યા અનુસાર, ચોમાસાને મુંબઈ પહોંચતા હજુ પણ 7થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે, જેના કારણે ગુજરાતમાં સત્તાવાર ચોમાસું મોડું બેસશે. હાલમાં ચોમાસાની ઉત્તરીય સીમા (NLM) હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ અને મુઝફ્ફરપુર પરથી પસાર થઈ રહી છે. આગામી 7 દિવસની આગાહી અને એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ભારે વરસાદની કોઈ ચેતવણી નથી. ચોમાસાની રાષ્ટ્રીય સ્થિતિ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઉત્તરીય સીમા (NLM) હાલમાં હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, રાંચી અને મુઝફ્ફરપુર પરથી પસાર થઈ રહી છે. આગામી 4થી 5 દિવસ દરમિયાન ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ છે. આ ઉપરાંત, 18 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારતને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    સરસપુર શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલાનું મોત:તબીબી બેદરકારીથી મોતનો આક્ષેપ, પરિવારજનોએ કહ્યું- ડોક્ટર ફોન પર સ્ટાફને નિર્દેશ આપતા હતા, PM કરાવવા માગ
    Next Article
    મહીસાગરના બાલાસિનોરમાં ગાજવીજ સાથે વરસાદ:માર્ગો પર પાણી વહેતા થયાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ગરમીથી લોકોને મળી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment