Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગિયોલમાં નવરાત્રિ દરમિયાન રોજ 6 થી 12 વીજળી ગુલ:કોલસાની અછત અને ઓછા પવનને કારણે ગુજરાતમાં લોડ શેડિંગ, ગ્રામજનો પરેશાન

    1 day ago

    હિંમતનગરના આગિયોલ ગામમાં નવરાત્રી દરમિયાન રોજ સાંજે 6 થી 12 વાગ્યા સુધી વીજળી ગુલ થતા ગ્રામજનો નારાજ છે. અંધારામાં ગરબા કરવા પડી રહ્યા છે. ગ્રામજનોના કહેવા મુજબ, આ વીજ કાપ 15 મિનિટથી એક કલાક સુધીનો હોય છે. તેનાથી સાંજે જમવાનું બનાવવામાં અને ઘરના કામોમાં મુશ્કેલી પડે છે. ગરબાના કાર્યક્રમો પર પણ અસર થાય છે. આગિયોલ નવરાત્રી મંડળના સભ્યો નલીનભાઈ મહેતા, નિમેશ પંચાલ, સુનીલભાઈ, જશુભાઈ અને દીપકભાઈ સહિત ગ્રામજનોએ GEBમાં જાણ કરી હતી, પણ કોઈ ઉકેલ આવ્યો નથી. આ અંગે આગિયોલ જેટકોના એક્ઝીક્યુટીવ એન્જીનીયર એમ.કે.બરંડાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,હાલમાં કોલસાની અછત છે. ઝારખંડમાં કોલસાની ખાણમાં પાણી ભરાયું છે. જેને લઈને કોલસો મર્યાદિત આવે છે. ઉપરાંત સોલાર જનરેશન દિવસે મળે છે.વિન્ડફાર્મનું જનરેશન ઓછા પવનના કારણે ઓછુ છે. જેને લઈને આખા ગુજરાતમાં લોડ સીડિંગ મુજબ 15 મિનીટ માટે બંધ કરવામાં આવે છે.આ બાબતે જેટકો અને સરકાર બંને પ્રયત્નશીલ છે. જે સમસ્યાનું ઝડપી નિરાકરણ આવશે.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ- ચીનની મદદથી મિસાઈલ બનાવી રહ્યા છે હૂતી બળવાખોરો:ઈરાનમાં ડિઝાઇન તૈયાર કરવામાં આવી; સાઉદી ઉપરાંત ઇઝરાયલને પણ નિશાન બનાવી શકે છે
    Next Article
    રાજકોટમાં સોની વેપારીની લૂંટ વિથ હત્યા કેસનો ભેદ ઉકેલાયો:પરપ્રાંતિય શખ્સોની ગેંગે ઘટનાને અંજામ આપ્યો, 9 શખ્સોની સંડોવણી ખૂલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment