Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી- મહીસાગરમાં ધોધમાર વરસાદ, 6 દિવસ વાતાવરણ તોફાની રહેશે:આજે 11 જિલ્લામાં આગાહી, રાજકોટના તાપમાનમાં એકઝાટકે 3.7°નો ઘટાડો; ખેડૂતો પાક-ઘાસચારો સાચવી લેજો

    9 hours ago

    ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પગલે આજે (30 મે) વહેલી સવારથી જ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. મેઘરાજાના આ ધમાકેદાર આગમનની સાથે જ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદી વાતાવરણને પગલે રાજ્યભરના તાપમાનમાં પારો ગગડ્યો છે, જેમાં ખાસ કરીને રાજકોટના મહત્તમ તાપમાનમાં એકઝાટકે 3.7 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વાતાવરણ રહેવાની ચેતવણી આપી હોવાથી, ખેડૂતોને પોતાના ઊભા પાક અને ઘાસચારાને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1થી 4 ડિગ્રીનો ઘટાડો છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ ઘટાડો રાજકોટ શહેરમાં જોવા મળ્યો છે, જ્યાં તાપમાન 43.6° સેલ્સિયસથી સીધું 3.7° ઘટીને 39.9°C થઈ ગયું છે. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં તાપમાન 44.7°Cથી 3.2°C ઘટીને 41.5°C અને ડીસામાં 42.2°થી 4.1°નો મોટો ઘટાડો થઈને 38.1° સેલ્સિયસ નોંધાયું છે. અમરેલીમાં 2.4°નો ઘટાડો (41.9°થી 39.5°), કંડલા એરપોર્ટ પર 2.4°નો ઘટાડો (40°થી 37.6°) અને કંડલામાં 1.3°નો ઘટાડો (37.8°થી 36.5°) થયો છે. બીજી તરફ, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 0.8° (43.5°થી 42.7°) અને અમદાવાદમાં 1.3° (44.4°થી 43.1°)નો ઘટાડો નોંધાતા લોકોને અસહ્ય ગરમીથી થોડી રાહત મળી છે. આ ઉપરાંત ભુજમાં 1.2° (37.8° થી 36.6°), વડોદરામાં 0.6° (40.2° થી 39.6°), ભાવનગરમાં 0.1° (42.8°થી 42.7°), સુરતમાં 0.2° (35.2°થી 35°), નલિયામાં 0.4° (35.5°થી 35.1°), વેરાવળમાં 0.2° (34°થી 33.8°), દીવમાં 0.2° (34°થી 33.8°) અને દ્વારકામાં 0.2° (32.3° થી 32.1°)નો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે આખા રાજ્યમાં માત્ર દમણ અને પોરબંદર જ એવા બે વિસ્તારો છે, જ્યાં તાપમાન ઘટવાને બદલે સહેજ વધ્યું છે. દમણમાં 0.2° (35.6°થી 35.8°) અને પોરબંદરમાં 0.2° (35.1°થી 35.3°)નો મામૂલી વધારો થયો છે. તેમજ ઓખામાં તાપમાન બંને દિવસ 34° સેલ્સિયસ સાથે સ્થિર રહ્યું છે. ટૂંકમાં, દરિયાકાંઠાના વિસ્તારો સિવાયના અન્ય તમામ આંતરિક શહેરો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં પારો નોંધપાત્ર ગગડ્યો છે. આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5°Cનો ક્રમિક ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને લાંબા સમયની અસહ્ય ગરમી તેમજ બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે 30 મેના રોજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના મુખ્ય મથક મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકા સહિત પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પંથકમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ પર નજર કરીએ તો માલપુર નગર ઉપરાંત ભિલોડાના વાશેરાકંપા અને સુનોખ તેમજ મોડાસાના ઇસરોલ (ઇસરી), જીતપુર અને જીવણપુર પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં પારો સતત ઊંચો રહેતો હતો અને લોકો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે આ અચાનક આવેલા કમોસમી વરસાદના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં વ્યાપી ગયેલી ઠંડકના કારણે સ્થાનિક રહીશોને ગરમીથી બહુ મોટી રાહત મળી છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત સમગ્ર જિલ્લા ભરમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાગ વાદળો ઘેરાયા હતા, જે બાદ કમોસમી વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ છે. લુણાવાડા શહેર ઉપરાંત તેના ગ્રામીણ વિસ્તારોમાં પણ હાલમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે ખાનપુર, સંતરામપુર અને કડાણા (ગોધર) પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં શરૂ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જે અસહ્ય ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધી ગયું હતું, તેનાથી લોકોને ખૂબ મોટી રાહત મળી છે. આગામી 6 દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી અમદાવાદ શહેર માટે સ્થાનિક આગાહી અમદાવાદમાં આગામી દિવસોમાં મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 43°Cની આસપાસ રહેવાની સંભાવના છે. ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.1°C નોંધાયું હતું.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટઃ ઈરાનને ₹25 લાખ કરોડ રીકન્સ્ટ્રક્શન ફંડ મળશે:અમેરિકી કંપનીઓ રોકાણ કરશે; પરમાણુ કાર્યક્રમ પર પણ સહમતિનો દાવો
    Next Article
    'ગુજરાતમાં RTEના વિદ્યાર્થી દીઠ અપાતા નાણામાં વધારો કરો':આર્થિક સમૃદ્ધ પરિવારના બાળકો ખોટી રીતે પ્રવેશ મેળવતા હોવાનો આક્ષેપ, રાજ્ય ખાનગી શાળા સંચાલક મંડળની કડક SOPની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment