Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી જિલ્લા સ્થાનિક સ્વરાજ ચૂંટણી, મતદાર યાદી જાહેર:6 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત માટે ચૂંટણી પંચે આંકડા આપ્યા

    4 days ago

    અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે સાંજે 6 નગરપાલિકા અને 11 તાલુકા પંચાયત માટે મતદારોની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સ્ત્રી, પુરુષ અને અન્ય મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં કુલ 8,64,877 મતદારો નોંધાયા છે, જેમાં 4,55,449 પુરુષ, 4,09,427 સ્ત્રી અને 1 અન્ય મતદારનો સમાવેશ થાય છે. તાલુકાવાર મતદારોની સંખ્યા આ મુજબ છે: અમરેલી (કુલ 94,852: પુરુષ 50,092, સ્ત્રી 44,760), વડિયા (કુલ 77,729: પુરુષ 40,897, સ્ત્રી 36,831, અન્ય 1), લાઠી (કુલ 73,008: પુરુષ 38,465, સ્ત્રી 34,543), બાબરા (કુલ 94,982: પુરુષ 49,844, સ્ત્રી 45,138), સાવરકુંડલા (કુલ 1,18,838: પુરુષ 62,922, સ્ત્રી 55,916), લીલિયા (કુલ 47,647: પુરુષ 25,102, સ્ત્રી 22,545), ધારી (કુલ 71,840: પુરુષ 38,109, સ્ત્રી 33,731), બગસરા (કુલ 45,141: પુરુષ 23,511, સ્ત્રી 21,630), ખાંભા (કુલ 71,878: પુરુષ 37,903, સ્ત્રી 33,975), રાજુલા (કુલ 1,06,193: પુરુષ 55,711, સ્ત્રી 50,482), અને જાફરાબાદ (કુલ 62,769: પુરુષ 32,893, સ્ત્રી 29,876). તેવી જ રીતે, જિલ્લાની 6 નગરપાલિકાઓમાં કુલ 2,10,677 મતદારો નોંધાયા છે, જેમાં 1,10,159 પુરુષ, 1,00,498 સ્ત્રી અને 20 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. નગરપાલિકાવાર મતદારોની સંખ્યા નીચે મુજબ છે: અમરેલી (કુલ 79,439: પુરુષ 41,246, સ્ત્રી 38,192, અન્ય 1), બાબરા (કુલ 14,749: પુરુષ 7,758, સ્ત્રી 6,991), સાવરકુંડલા (કુલ 56,184: પુરુષ 29,011, સ્ત્રી 27,159, અન્ય 14), ધારી (કુલ 23,072: પુરુષ 12,008, સ્ત્રી 11,062, અન્ય 2), બગસરા (કુલ 25,485: પુરુષ 13,431, સ્ત્રી 12,051, અન્ય 3), અને દામનગર (કુલ 11,748: પુરુષ 6,105, સ્ત્રી 5,643). ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે. કોંગ્રેસ દ્વારા મોટાભાગની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે ભાજપ દ્વારા આજથી બે દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને નિરીક્ષકો સાંભળી રહ્યા છે અને પાર્ટીના નીતિ-નિયમો હેઠળ આ પ્રક્રિયા ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    માણસ કરતાં AI વધુ ચાપલૂસી કરે છે!:મસ્કામારી AI ટૂલ રોમાન્સ અને ડેટિંગની દુનિયાને બદલી રહ્યા છે, સાયન્સ મેગેઝિનના રિસર્ચમાં ખુલાસો
    Next Article
    હિંમતનગરના હરસિધ્ધિ મંદિરે ચૈત્રી પૂનમે નવચંડી હવન:યજમાનોએ પૂજન અર્ચન સાથે હવનનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment