Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાના શંકુઝ નેચરલ હેલ્થકેર સેન્ટરમાંથી 5.98 લાખના દાગીનાની ચોરી:લોકર તપાસતા ખાલી, મુંબઈની મહિલા વકીલે લાંઘણજ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

    14 hours ago

    મુંબઈના અંધેરી ઇસ્ટ વિસ્તારમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા માધવીબેન ગોપાલ લોખંડિયાએ મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં રૂ.5.98 લાખની મત્તાના દાગીના અને ઘડિયાળની ચોરી અંગે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. દાગીના અને કાંડા ઘડિયાળ રૂમના તિજોરી લોકરમાંથી ચોરાયા માધવીબેન અને તેમના પતિ આયુષ ખંડેલવાલ (જેઓ યસ બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ છે) 25 ઓગસ્ટ 2026ના રોજ નેચરલ હેલ્થકેર થેરાપી મેળવવા માટે મહેસાણા સ્થિત શંકુઝ નેચરલ હેલ્થકેર સેન્ટર આવ્યા હતા. સેન્ટર તરફથી તેમને રૂમ નંબર 15 ફાળવવામાં આવ્યો હતો. થેરાપી દરમિયાન તબીબો અને સ્ટાફની સૂચના મુજબ, મેગ્નેટ થેરાપી અને લેપ પ્રક્રિયામાં દાગીના ખરાબ ન થાય તે માટે તેમણે પોતાના કિંમતી સોના-હીરાના દાગીના અને કાંડા ઘડિયાળ રૂમના તિજોરી લોકરમાં મૂક્યા હતા. 5.98 લાખના દાગીનાની ચોરી 1 સપ્ટેમ્બરની સવાર સુધી દાગીના સલામત હતા. પરંતુ 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે ચેક-આઉટની તૈયારી કરતી વખતે લોકર તપાસતા તમામ દાગીના ગાયબ જણાયા હતા. સેન્ટરના સ્ટાફ અને ડોક્ટરોએ રૂમમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો મળ્યો ન હતો. ચોરી થયેલી મત્તામાં વાઇટ ગોલ્ડની ડાયમંડ રિંગ (કિંમત રૂ. 1.50 લાખ), હીરા જડિત મંગળસૂત્ર (કિંમત રૂ. 1.25લાખ), સોના-હીરાની અન્ય વીંટીઓ, સોનાનું બ્રેસલેટ (કિંમત રૂ. 2 લાખ), પન્નાની વીંટી અને કાંડા ઘડિયાળ મળીને કુલ રૂ. 5,98,500ના મુદ્દામાલનો સમાવેશ થાય છે. 1 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર દરમિયાન બનેલી આ ઘટના અંગે લાંઘણજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પારનેરા હાઈવે બ્રિજ પર ડામર રોડનું કામ શરૂ:સ્થાનિકોને ધૂળની સમસ્યામાંથી મળશે રાહત, રજૂઆત બાદ થઈ કાર્યવાહી
    Next Article
    વૃંદાવન-6 સોસાયટીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી:ન્યુ સાયન્સ સીટી, સોલા, અમદાવાદ ખાતે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી મનાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment