Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિના પાનમાંથી 59.3 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો‎:ટીંબાવાડીના પ્રેમવતી ભોજનાલયને રૂ. 10,000નો દંડ, 20 કિલો કઠોળ- 6 કિલો વેજીટેબલ ઘીનો નાશ

    6 days ago

    જૂનાગઢમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા તત્વો સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.મનપાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં કુલ 15 જેટલા ખાદ્ય વ્યવસાયકારોને ત્યાં આકસ્મિક તપાસ કરી કુલ 59.3 કિલોગ્રામ અસુરક્ષિત અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગના ચેકીંગમાં દીવાન ચોક ખાતે આવેલા સાંઈકૃપા કેરી ભંડારમાંથી 15 કિલો, રવિ ફ્રુટમાંથી 15 કિલો અખાદ્ય કેરીનો નાશ કરાયો હતો તેમજ ઝાંઝરડા રોડ પર આવેલા એરોમા કાફેમાંથી 300 ગ્રામ ફૂડ કલર અને ઢાલ રોડ પર આવેલા હિના પાન એન્ડ કોલ્ડ્રીંગ્સમાંથી 3 બોટલ ફૂડ સિરપનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ટીંબાવાડી વિસ્તારમાં આવેલા પ્રેમાવતી ભોજનાલાયમાંથી 20 કિલો કઠોળ અને 6 કિલો વેજીટેબલ ધીનો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને તેમને રૂ.10,000નો દંડ વસૂલવવામાં આવ્યો હતો.ખાદ્ય પદાર્થોના ઉત્પાદન,સંગ્રહ અને વેચાણમાં સ્વચ્છતા અને ગુણવત્તાના ધોરણો જાળવવા મનપાની ફૂડ અધિકારી યશ બાલારા અને તેની ટીમે સૂચના આપી હતી.
    Click here to Read More
    Previous Article
    2 માસમાં 74,332 મુસાફરના ફીડબેક મળ્યા, 4.7નું રેટીંગ‎:લ્યો બોલો.. સફાઇ, સલામતીમાં જૂનાગઢ ST રાજ્યમાં પ્રથમ ક્રમે
    Next Article
    અકસ્માત:પોરબંદરમાં ટ્રકે મોપેડ સવાર 2 શિક્ષિકાને હડફેટે લીધા : એકનું મોત, એકને ગંભીર ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment