Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં કર્લી જળાશયમાંથી જળકુંભી દૂર કરાશે:રાજ્ય સરકારે 59.20 લાખની વહીવટી મંજૂરી આપી

    12 hours ago

    પોરબંદર શહેરના કર્લી જળાશયમાં ફેલાયેલી જળકુંભી (ગાંડી વેલ) ને દૂર કરવા માટે રાજ્ય સરકારે રૂ.59.20 લાખની વહીવટી મંજૂરી આપી છે. આ મંજૂરી ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ, રાજકોટના અધિક્ષક ઇજનેર દ્વારા આપવામાં આવી છે. કર્લી સ્ટ્રીમમાં રતનપર અને છાંયા વિસ્તારમાં મોટા પ્રમાણમાં જળકુંભી ફેલાઈ ગઈ છે. તેના કારણે પાણીની સપાટી સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી, જે જળચર જીવન માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે. આ વિસ્તાર અસ્માવતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પણ ભાગ છે. જળકુંભીના પ્રસારથી દ્રશ્ય સૌંદર્ય પર નકારાત્મક અસર થતી હતી, તેથી શહેરના આ મહત્વપૂર્ણ સ્થળને સ્વચ્છ અને આકર્ષક બનાવવા આ કામગીરી અનિવાર્ય બની હતી. આ કામગીરી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 'ડિપોઝિટ વર્ક' તરીકે હાથ ધરવામાં આવશે. જેમાં જળકુંભીને મેન્યુઅલી દૂર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. ગુણવત્તા નિયંત્રણના તમામ નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા કર્લી સ્ટ્રીમમાં જળપ્રવાહ સુધરશે, જળચર જીવનનું સંરક્ષણ થશે અને રિવરફ્રન્ટ વિસ્તારની સુંદરતામાં વધારો થશે. આ કામગીરી પોરબંદર શહેર માટે પર્યાવરણ સુધાર અને સ્વચ્છતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ બોલ્યા- ઈરાને અમને 10 તેલ ટેન્કર ભેટ આપ્યા:પાકિસ્તાની ધ્વજવાળા જહાજો હોર્મુઝના રસ્તે મોકલ્યા, તેમને અમારો વિશ્વાસ જીતવો હતો
    Next Article
    અજમેરના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું:વિરાટનગરમાં MD ડ્રગ્સ વેચવા આવેલા યુવકની ધરપકડ, પીરાણા ડમ્પિંગ સાઈટ પરથી મૃત હાલતમાં ભ્રૂણ મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment