Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં હાઇવે પર ચોરી કરતી આંતરરાજ્ય કંજર ગેંગ ઝડપાઈ:લીંબડી નજીકથી ત્રણ આરોપી ઝડપાયા, 5.90 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

    11 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસે હાથ ધરેલી કામગીરીમાં આંતરરાજ્ય કંજર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા છે. આરોપીઓ હાઇવે પર આવેલી હોટલોના પાર્કિંગમાં પાર્ક કરેલી કારના કાચ તોડી રોકડની ચોરી તેમજ હોટલ પર રોકાયેલી ટ્રાવેલ્સ અને લક્ઝરી બસોમાંથી મુસાફરોની બેગ ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે લીંબડી-જાખણ ગામના પાટિયા પાસેથી ત્રણેયને ઝડપી પાડ્યા હતા. કારના કાચ તોડી ચોરી અને બસમાંથી બેગ લીફ્ટિંગ પોલીસ તપાસમાં આરોપીઓનો ચોરી કરવાનો અલગ પ્રકારનો મોડસ ઓપરેન્ડી સામે આવ્યો છે. આરોપીઓ હાઇવે પર આવેલી હોટલોના પાર્કિંગમાં રેકી કરતા હતા. ત્યારબાદ કોઈ વ્યક્તિ હાજર ન હોય તેવી કારના કાચ તોડીને અંદરથી રોકડ અને કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા. આ ઉપરાંત ટ્રક, ટ્રાવેલ્સ અને લક્ઝરી બસો હોટલ પર રિફ્રેશમેન્ટ માટે ઊભી રહે ત્યારે મુસાફરો નીચે ઉતરે તે સમયનો લાભ લઈ બસમાંથી બેગ અને અન્ય સામાન ચોરી લેતા હતા. પોલીસથી બચવા નંબર પ્લેટ બદલતા આરોપીઓ ચોરી કર્યા બાદ પોલીસની પકડથી બચવા માટે પોતાની કારની નંબર પ્લેટ બદલી નાખતા હતા. મધ્યપ્રદેશના ધારથી ગુજરાતમાં પ્રવેશતી વખતે તેઓ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દેતા હતા, જેથી ટેક્નિકલ સર્વેલન્સના આધારે તેમની હિલચાલ અને ગુનાનો ભેદ ઉકેલવો મુશ્કેલ બને. નવ જેટલા ગુનાઓની કબૂલાત પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ સુરેન્દ્રનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા, કરજણ અને ચીખલીના હાઇવે પર ચોરીના અનેક ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં લીંબડી-બગોદરા હાઇવેની હોટલના પાર્કિંગમાંથી કારનો કાચ તોડી રૂ.2 લાખની ચોરી, શિવશોભા હોટલ ખાતે સરકારી બસમાંથી રૂ.2 લાખની ચોરી અને અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગેલોપ્સ હોટલના પાર્કિંગમાં આઈ-20 કારનો કાચ તોડી રૂ.3 લાખની ચોરીનો સમાવેશ થાય છે. આરોપીઓએ લીંબડીની HFM હોટલ, અમદાવાદ-વડોદરા હાઇવેની હોટલ અને બગોદરા ટોલનાકાથી અમદાવાદ વચ્ચેની હોટલમાં લક્ઝરી બસમાંથી રોકડની ચોરી કરી હોવાનું જણાવ્યું છે. દર્શન હોટલના પાર્કિંગમાં ઉભેલી લક્ઝરી બસમાંથી પણ રૂ.10થી 12 હજારની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉપરાંત કરજણ અને ચીખલી હાઇવે પર ટ્રકમાંથી રોકડ તથા મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરવામાં આવી છે. વઢવાણ અને લીંબડી પોલીસ સ્ટેશનના ગુનાઓ ઉકેલાયા પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી વઢવાણ અને લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. ત્રણેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે લીંબડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હવે આરોપીઓએ અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે અને તેમની ગેંગમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રૂ.5.90 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીઓ પાસેથી રૂ.5 લાખની કિંમતની વેન્યુ કાર, ચાર મોબાઇલ ફોનની કિંમત રૂ.60,500, રૂ.29,500 રોકડ, બે નંબર પ્લેટ, કટર, ડિસમીસ, આઠ આઈડી કાર્ડ અને છ સિમકાર્ડ સહિત કુલ રૂ.5.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર અને ધરમપુરી વિસ્તારના અરબાજખાન મુલતાની, અલ્લારખા શાહ અને સદામ ગફુરખાન તરીકે થઈ છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીનો સવાલ- જંતર-મંતર પર ફાયરિંગનો આદેશ કોણે આપ્યો:જવાબદાર કોણ; નડ્ડા બોલ્યા- ગૃહમંત્રી દરેક વાતનો જવાબ આપવા તૈયાર છે, તમે ભાગશો નહીં
    Next Article
    'હવે પછી કાંઈ કહેશો તો દાટી દેશું':મહુવાના ઢસીયા રેવન્યુ વિસ્તારમાં ફોરેસ્ટર-ટ્રેકર પર ચાર શખ્સનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment