Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.ની વિવાદિત ભરતીની પરીક્ષા લેવાઈ:નોન ટીચિંગની 59 જગ્યા પર ભરતી માટે 1174 માંથી 767 ઉમેદવારો હાજર રહ્યા, પ્રોવિઝનલ આન્સર કી જાહેર

    8 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટીચિંગની 59 જગ્યા પર ભરતી માટેની આજે 16 માર્ચના પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ખાનગી એજન્સીને પરીક્ષાની કામગીરીની સોંપણી તેમજ અનામત નીતિનો અમલ ન કરાયાના આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. લેખિત પરીક્ષા લેવામાં આવશે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી. જોકે આ વચ્ચે આજે વર્ગ 3 ની કાયમી ભરતી માટે લેખિત પરીક્ષા A લેવામાં આવી હતી જેમાં 1174 માંથી 767 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. દરમિયાન સાંજે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે જેમાં કોઈ વાંધો સૂચનો હોય તો 19 માર્ચ સુધીમાં રજૂ કરી શકશે. જે બાદ ફાઈનલ આન્સર કી જાહેર થશે અને તેમાં મેરીટમાં આવતા ઉમેદવારો આગામી 19 એપ્રિલના યોજાનારી પરીક્ષા B આપશે. ઉમેદવાર ભુવનેશ્વરી ગોહેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણા વર્ષો પછી આ ભરતી આવી છે અને તેથી અમને ખૂબ જ સારી તક મળી છે. હાલ એમસીક્યુ આધારિત પરીક્ષા છે અને તેમાં પાસ થયા બાદ બીજી પરીક્ષા આપવાની રહેશે. જ્યારે સદગુરુ મહિલા કોલેજ ખાતેના સેન્ટર ઇન્ચાર્જ અમિત જોશી એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્ટાફ ભરતી માટેની પરીક્ષા આ કોલેજમાં લેવામાં આવી રહી છે. જેમાં 480 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નોન-ટીચિંગની કાયમી જગ્યા ભરવા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીના રિક્રૂટમેન્ટ સેલ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત ક્રમાંક RC/21/2025 થી RC/44/2025 હેઠળની કુલ 59 જગ્યાઓ માટે આજે 16 માર્ચના સવારે 11 થી 12.30 દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 1174 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જોકે તેમાંથી 767 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આજે પ્રથમ પરીક્ષા-A યોજવામાં આવી હતી. જે MCQ આધારિત રહેશે. પરીક્ષા-A 100 ગુણની હતી. જેનું પેપર એવરેજ અઘરું નિકળ્યુ હતુ. જેમાં નેગેટિવ માર્કિંગની પદ્ધતિ રાખવામાં આવી હતી . નેગેટિવ માર્કિંગના નિયમ અનુસાર 0.25 ગુણ પ્રતિ ખોટા જવાબ દીઠ કાપવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ ઉમેદવારના 4 પ્રશ્નોના જવાબ ખોટા પડે, તો સાચા જવાબોમાંથી 1 ગુણ ઓછો થશે. પરીક્ષા-A માં પાસ થનારા અથવા લાયક ઠરનારા ઉમેદવારો માટે ત્યારબાદ પરીક્ષા-B નું આયોજન કરવામાં આવશે. પરીક્ષા-B માટેની સંભવિત તા. 19 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વિધાનસભા સત્રમાં રિવાબા જાડેજાનું ટેબલેટ બન્યું અરીસો:અમુક સભ્યોએ તૈયાર થતા જોતા સભામાં જ ગોસિપિંગ શરુ કરી, ખાનગી કોચિંગ સેન્ટરો માટે કાયદો નહીં; સરકાર લાવશે નવી નીતિ
    Next Article
    Centre Trashes Reports Linking Release Of Tankers To Hormuz Access: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment