Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    586 કરોડ પાણીમાં:નાનાપોંઢામાં પાણી યોજના નિષ્ફળ: 2 વર્ષથી ટાંકીમાં ટીપું યે પડ્યુ નથી, લોકો બોરના પાણી ઉપર નિર્ભર

    11 hours ago

    નાનાપોંઢા વિસ્તારમાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠાની 586 કરોડ રૂપિયાની પાણી યોજના હેઠળ બે વર્ષ પહેલા બનાવવામાં આવેલી પાણીની ટાંકી આજે પણ બિનઉપયોગી બની રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ડુંગરી ફળીયા નજીક આવેલી આ ટાંકી હાલમાં માત્ર દેખાવ પૂરતી રહી ગઈ છે. માહિતી મુજબ ડુંગરી ફળીયા, વાડી ફળીયા અને અડધા લુહાર ફળીયા મળી 50 થી વધુ ઘરો આવેલ છે. 2500 થી વધુ ની વસ્તી છે. તેમ છતાં આજદિન સુધી પાઇપલાઇન નાખવામાં આવી નથી. વાસ્મો દ્વારા કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે.છેલ્લા બે વર્ષથી એક ટીપું પાણી પૂરું પાડવામાં આવ્યું નથી. જેના કારણે સ્થાનિક લોકોને પોતાના ખર્ચે બોરવેલ કરાવવા પડ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું કે, ટાંકીમાં માત્ર એક જ વખત ટેન્કર દ્વારા પાણી ભરાયું હતું, ત્યારબાદ આજદિન સુધી પાણી આવ્યું નથી. ગામમાં લગ્ન જેવા પ્રસંગો દરમિયાન પાણીની તંગી વધુ વકરી જાય છે અને લોકોને સ્મશાન નજીકના બોરિંગ પરથી પાણી લાવવા મજબૂર થવું પડે છે. ડુંગરી ફળીયા, વાડી ફળીયા, લુહાર ફળીયા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. . પીવાના પાણીની વિષમ પરિસ્થિતિને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને તેઓ તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે. અધિકારીઓ કામ જોવા ફરક્યા સુદ્ધા નથી સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ અસ્ટોલ યોજના અને વાસ્મો વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત પણ લીધી નથી.લોકોના ઘર સુધી પાણી કે લાઈન પહોંચી છે કે કેમ તે જોવાની તપાસ કરવાની તસ્દી લીધી નથી.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલની હાઇફા ઓઇલ રિફાઇનરી પર મિસાઇલ એટેક:પેટ્રોલ ટેન્કમાં આગ લાગી; ફારસની ખાડીમાં ભારતના 18 જહાજ ફસાયા
    Next Article
    Live: Trump Escalates Threats, Vows Wider Attacks On Iran If War Drags On

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment