Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપામાં 'મેડમ મેયર' કોણ?:58 મહિલાઓની દાવેદારી વચ્ચે 6 નામ શોર્ટલિસ્ટ, પાટીદાર ફેક્ટરથી સમીકરણો બદલાયા; 8 મેના ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની હાઈ-વોલ્ટેજ બેઠક

    3 days ago

    સુરત મહાનગરપાલિકામાં સત્તાના નવા સુકાનીઓ નક્કી કરવાની ઘડીઓ હવે ગણાઈ રહી છે. આગામી અઢી વર્ષની ટર્મ માટે ખાસ કરીને મેયર પદ મહિલા અનામત હોવાથી રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ભાજપ સંગઠન દ્વારા હાથ ધરવામાં આવેલી કવાયતમાં કુલ 58 મહિલા કોર્પોરેટરોએ મેયર પદ માટે પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી છે. પ્રદેશ નિરીક્ષકો દ્વારા લેવાયેલી 'સેન્સ' પ્રક્રિયામાં રજૂ થયેલા 252 નામોના મંતવ્યો બાદ, હવે અંતિમ 6 નામો હાઈકમાન્ડની મહોર માટે ફાઈનલ કરવામાં આવ્યા છે. 8 મેના ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા મહત્વના હોદ્દાઓ માટેના નામોની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં જ થશે. પ્રદેશ ભાજપ નિરીક્ષકો દ્વારા લેવાયેલી વિસ્તૃત સેન્સ પ્રક્રિયા બાદ આગામી 8 મેના રોજ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સુરતના તમામ ધારાસભ્યો, સાંસદો અને શહેર સંગઠનના ટોચના હોદ્દેદારોની હાજરીમાં સંભવિત નામોની પેનલ પર અંતિમ ચર્ચા વિચારણા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, મેયર પદ માટે 6 અને અન્ય ત્રણ મહત્વના પદો માટે 4-4 નામો ફાઈનલાઈઝ કરવામાં આવ્યા છે. ઉર્વશી પટેલનું નામ સૌથી વધુ ચર્ચામાં આ વખતે મેયર પદ માટે ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજમાંથી આવતા ઉર્વશી પટેલનું નામ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે જો પાટીદાર ચહેરાને મેયર બનાવવામાં આવે છે, તો સૌરાષ્ટ્રીયન પાટીદાર બેલ્ટને અન્ય પદ મળવાની શક્યતા ઓછી થઈ જશે. સંગઠન આ વખતે મેયરની પસંદગીમાં શિક્ષણ, વહીવટી અનુભવ અને સામાજિક પ્રતિષ્ઠાને સર્વોપરી ગણી રહ્યું છે. 58 મહિલા ઉમેદવારોના બાયોડેટાની ઝીણવટભરી તપાસ બાદ જ 6 નામોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. મૂળ સુરતીઓ અને પરપ્રાંતીય વચ્ચે સંતુલન જાળવવું મોટો પડકાર સુરત મનપાના ઇતિહાસમાં પદાધિકારીઓની પસંદગીમાં હંમેશા પ્રાદેશિક સમીકરણોએ મોટો ભાગ ભજવ્યો છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ, મુખ્ય ચાર પદોમાંથી બે પદ ‘મૂળ સુરતી’ સમાજને ફાળવવામાં આવતા હતા. જોકે, ગત ટર્મમાં ભાજપે આ પરંપરામાં ફેરફાર કરીને પરપ્રાંતીય (ઉત્તર ભારતીય અને મહારાષ્ટ્રીયન) સમાજને પણ પ્રતિનિધિત્વ આપ્યું હતું. આ વખતે પણ જો મેયર પદ પાટીદાર સમાજને જાય, તો બાકીના ત્રણ પદો પર મૂળ સુરતીઓ અને પરપ્રાંતીય સમાજ વચ્ચે સંતુલન જાળવવું પક્ષ માટે મોટો પડકાર બની રહેશે. 252 દાવેદારોની મહેચ્છા અને હાઈકમાન્ડનો આખરી ફેંસલો પ્રદેશ નિરીક્ષકોએ સુરતની મુલાકાત દરમિયાન કુલ 252 અપેક્ષિતોના મંતવ્યો જાણ્યા હતા. દરેક વોર્ડના સમીકરણો અને કોર્પોરેટરોની કામગીરીના અહેવાલ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલા મેયર માટે દાવેદારી કરનાર 58 મહિલા કોર્પોરેટરોમાં કોણ વહીવટી રીતે વધુ સક્ષમ છે, તેની તપાસ કરવામાં આવી છે. આ લડાઈ હવે માત્ર જ્ઞાતિની નથી રહી પરંતુ વહીવટી કુશળતાની પણ બની ગઈ છે. આગામી 8 મેની બેઠક પૂર્વે શહેર પ્રભારી કનુ દેસાઈના નિવાસસ્થાને પણ મહત્વની બેઠક યોજાય તેવી સંભાવના છે. સુરતને શું નવો ચહેરો મળશે? સુરતની જનતા અને ભાજપના કાર્યકરોમાં અત્યારે માત્ર એક જ ચર્ચા છે કે આગામી અઢી વર્ષ માટે શહેરનું સુકાન કોના હાથમાં જશે. 8 મેના રોજ મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાયેલો નિર્ણય સુરતના વિકાસ અને આગામી રાજકીય ગણિતો માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે. શું ભાજપ જૂના ચહેરાઓ પર ભરોસો મુકશે કે પછી કોઈ નવા જ નામની જાહેરાત કરીને સૌને ચોંકાવી દેશે, તે હવે ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    સુરતની SBI બેંકમાં 50 લાખ નહીં 2 કરોડની લૂંટનો પ્લાન:બેંક કર્મીના જૂઠ્ઠાણાએ તિજોરીમાં રહેલું ગોલ્ડ બચી ગયું, કીમ પાસે બાઈક અને 3 ખાલી થેલા ફેંકી લૂંટારા ભાગ્યા
    Next Article
    इस्लामाबाद के लिए रवाना अमेरिका की टीम, क्या ईरान बातचीत में होगा शामिल?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment