Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલીના કણભઈ ગામે લાખોનો વિદેશી દારૂ ઝડપાયો:પોલીસે દરોડો પાડી રૂ. 5.72 લાખના મુદ્દામાલ સાથે એક શખસને ઝડપી લીધો

    9 hours ago

    નવસારી LCB એ ચીખલી તાલુકાના કણભઈ ગામે મોટી કાર્યવાહી કરી છે. પતરાના શેડમાં સંતાડેલો રૂ. 5.72 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ દરોડામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ સક્રિય બની છે. રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB ઇન્ચાર્જ પી.આઈ. એસ.વી. આહિરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ અયાઝ મતરફ અને ગણેશને ગુપ્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, કણભઈ ગામના દેસાઈ ફળીયામાં રાજુ અમ્રત પટેલે સારવણીના પ્રિયંક ઉર્ફે લાલુ સાથે મળી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થો રાજુના ઘરની બાજુમાં આવેલા પતરાના શેડમાં ઉતારી, ટેમ્પોમાં ભરીને કાર્ટિંગ કરવાની તૈયારી હતી. બાતમીના આધારે પોલીસે કણભઈ ગામે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ ત્રણ ઇસમો ભાગવા લાગ્યા હતા, જેમાંથી પોલીસે પીછો કરીને અમન શાંતિલાલ પટેલ (રહે. સારવણી) ને ઝડપી પાડ્યો હતો. જોકે, મુખ્ય આરોપીઓ પ્રિયંક ઉર્ફે લાલુ અને રાજુ પટેલ ભાગવામાં સફળ રહ્યા હતા અને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન પોલીસને પતરાના શેડ અને ટેમ્પોમાંથી કુલ રૂ. 5,72,600/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં 1,320 નંગ વિદેશી દારૂની બોટલ અને બિયર (કિંમત ₹2,67,600/-), એક ટેમ્પો (GJ-21-T-6331, કિંમત રૂ. 3,00,000/-) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000/-) નો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે પકડાયેલ આરોપી અમન પટેલ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓ પ્રિયંક ઉર્ફે લાલુ અને રાજુ પટેલને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મચ્છરોનો નાશ કરવા હવે AI અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ:સુરત મહાનગરપાલિકાનો હાઈટેક પ્રહાર, ધાબા કે અવાવરુ જગ્યાઓએ ક્યાંય મચ્છર નહીં બચે
    Next Article
    IPL 2026 LIVE: Abhishek Survives Scare On 1st Ball, Then Gives Stunning Reply

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment