Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં 57 કરોડના ખર્ચે નવા રસ્તાનું નિર્માણ થશે:માર્ગ અને મકાન વિભાગ દ્વારા 11.5 કિલોમીટર લાંબા રસ્તાનું કામ મંજૂર

    2 days ago

    પોરબંદર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની સુધારણા માટે મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 11.5 કિલોમીટર લંબાઈના રસ્તાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, જેના પર અંદાજે 57 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મંજૂર કરાયેલા 11.5 કિલોમીટરના રસ્તામાંથી 1300 મીટરના વિસ્તારમાં સીસી વર્ક (કોંક્રિટ રોડ) કરવામાં આવશે. રસ્તાની બંને બાજુ સાઈડ કર્બિંગ, ફૂટપાથ અને ગટર (સાઈડ ડ્રેઈન) જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરી માટેનું પ્રી-ક્વોલિફિકેશન મંજૂર થઈ ગયું છે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ટેન્ડર મંજૂર થયા બાદ તુરંત જ રસ્તાનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. આ નવા રસ્તાના નિર્માણથી સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓને મોટી સુવિધા પ્રાપ્ત થશે.
    Click here to Read More
    Previous Article
    અકોટામાં ઘરના મંદિરમાંથી 800 ગ્રામ વજનની મૂર્તિઓની ચોરી:ઘરના દરવાજાના તાળા તૂટેલા ન હોવાથી ચોરીનું રહસ્ય ઘેરાયું
    Next Article
    ગોધરા પાલિકાએ બાકી વેરા માટે કાર્યવાહી કરી:6 દુકાનો સીલ, 4 પાણી કનેક્શન કપાયા; રૂ. 2 લાખથી વધુ વસૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment