Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતના 562 રજવાડામાં પાટડી એકમાત્ર કડવા પાટીદારોનું સ્ટેટ:અકબરે 5 ગામ ભેટ આપ્યા, જહાંગીરે દેસાઈનો ઈલ્કાબ; રાષ્ટ્રીય એકતા દિવસે 14મા સ્ટેટે ભાસ્કરને કહ્યો ભવ્ય ઈતિહાસ

    15 hours ago

    31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ ઉજવાય છે. આ દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આઝાદી સમયે ભારતમાં 562 દેશી રજવાડાં હતાં. ગુજરાતમાં 366 અને સૌરાષ્ટ્રમાં 222 રજવાડાં હતાં. તે સમયે પાટડી કડવા પાટીદારોનું એકમાત્ર રાજ્ય હતું. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે આવેલું પાટડી નગર મજબૂત કિલ્લેબંધી માટે જાણીતું હતું. ભારતના રાજકીય એકીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સરદાર પટેલની જયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસે ભાસ્કરે 14મા પાટડી સ્ટેટ કર્ણીસિંહજી દેસાઈ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે પાટડીના ભવ્ય ઈતિહાસ વિશે જણાવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે રાજવી પરિવારના યોગદાનની સાથે જ અકબરે ભેટમાં આપેેલા 5 ગામ અને જહાંગીરે આપેલા ઈલ્કાબ વિશે પણ ખાસ વાત કરી હતી. 3 તસવીરમાં જુઓ પાટડી પાટડી સ્ટેટે દિવ્ય ભાસ્કર સાથે ભવ્ય ભૂતકાળ વાગોળ્યો પાટડી રાજવી પરિવારના સ્ટેટ કર્ણીસિંહજી દેસાઈ જણાવ્યું હતું કે, પાટડીમાં દેસાઈ રાજવી પરિવારનો 300 વર્ષનો ઇતિહાસ છે. શિક્ષણ ક્ષેત્રે રાજવી પરિવારનો અચૂક ફાળો રહ્યો છે. જોરૂબાપા વખતે સ્કૂલ બનાવી હતી. એજ રીતે હિમ્મતસિંહજી વખતે પણ સ્કૂલ બનાવી હતી. જ્યારે સુરજમલજીએ તો ઓલ ડિસ્ટ્રિક્ટમાં પાટડીમાં સને 1906માં ઇંગ્લિશ સ્કૂલ બનાવી હતી. એ પછી રાજકોટ રાજકુમાર કોલેજમાં ફાઉન્ડિંગ મેમ્બર બન્યા. એકમાત્ર પાટીદાર સ્ટેટ કે જે ફાઉન્ડિંગ મેમ્બર બન્યું. બાકી બધા રાજાઓ રજપૂતો, નવાબો એ બધા ફાઉન્ડિંગ મેમ્બરો હતા. '21 તોપોની સલામી અને ચોવીસેય ગામોમાં સાકર વહેચાઈ' હું પાટડીમાં જ જન્મ્યો હતો અને પાટડીમાં ભણ્યો હતો. હું જન્મ્યો ત્યારે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. અને પાટડી સ્ટેટના ચોવીસેય ગામોમાં રજા રાખવામાં આવી હતી.અને ચોવીસેય ગામોમાં સાકર વેચવામાં આવી હતી. એ પછી મોટો થયા પછી શ્રી રઘુવીરસિંહજી પ્રાથમિક શાળામાં દાખલ થયો અને સાતમા ધોરણ સુધી ત્યાં ભણ્યા પછી શ્રી સૂરજમલજી શાળામાં દાખલ થયો. અને 1958માં મેટ્રિક થયો ત્યાં સુધી પાટડીમાં રહ્યાં પછી 1960માં પાટડીથી અમદાવાદ આવ્યા હતા. સુરજમલસિંહજીએ ત્રણ જીન અને એક પ્રેસ બનાવ્યું તાજેતરમાં પાટડી કડવા પાટીદાર રજવાડું "સોનાની હાટડી"ની ગાથા પુસ્તકમાં અમારા રાજાઓ અને વડવાઓની યાદી છે. એ યાદી મુજબ એમાં દરેક વસ્તુઓ આવરી લેવામાં આવી છે અને ઇતિહાસ આપવામાં આવ્યો છે કે, કયા રાજાએ શું કામ કર્યું. એ છેક સુધીનો ઇતિહાસ ફોટાઓ સાથે આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. જેમાં હું 14મો રાજવી છું. પાટડીની એ વખતની જાહોજલાલી વિશે જણાવતા તેઓ ગર્વભેર જણાવે છે કે, પાટડીમાં એ વખતે સુરજમલસિંહજીએ ત્રણ જીન અને એક પ્રેસ બનાવ્યા હતા.એ પછી પાટડીમાં પાવરહાઉસ હતું. આખા સૌરાષ્ટ્રમાં કોઈ રજવાડાઓ પાસે આવું પાવરહાઉસ નહોતું. અને પાટડીમાં એ સમયે સ્ટ્રીટ લાઈટ હતી. અને એ પાવરહાઉસમાંથી દરેક ભાયાતોના ઘરે અને રાજમહેલમાં લાઈટ આપવામાં આવતી હતી. પાટડી સ્ટેટને ડેવલપ કરવામાં બેન્જામિન સાહેબનું યોગદાન પાટડીમાં રઘુવીરસિંહજી જ્યારે માઇનોર હતા, ત્યારે પોલિટિકલ એજન્ટ તરફથી એડમિનિસ્ટ્રેટીવ તરીકે બેન્જામિન સાહેબને મુકવામાં આવ્યા હતા. એમણે પાટડી સ્ટેટને ડેવલપ કરવામાં ખુબ મોટું યોગદાન આપ્યું હતું. એમાં અમદાવાદ વીએસ હોસ્પિટલ પાછળ એલિસબ્રિજમાં બોર્ડિંગ સ્કૂલ બનાવી હતી. જેમાં માત્ર કડવા પાટીદારના વિદ્યાર્થીઓને જ રાખવામાં આવતા હતા. હાલ પણ આ બોર્ડિંગ સ્કૂલમાં કડવા પાટીદારના 160 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સિવાય બેન્જામિન સાહેબે અમદાવાદમાં અનેક પ્રોપર્ટીઓ વસાવી હતી અને કોપતા વીડમાં પણ 1329 એકરનું વીડ ખરીદ્યું હતું. ‘જહાંગીરે અમારા વેણીદાસને દેસાઈનો ઇલ્કાબ આપ્યો’ અંતમાં જણાવ્યું કે સમગ્ર ભારતના કુલ 562 રજવાડાઓમાં પાટડી એ એકમાત્ર કડવા પાટીદારોનું સ્ટેટ હતું. હું 14મો સ્ટેટ છું, અમે પટેલ હતા. જહાંગીરે અમારા વેણીદાસને દેસાઈનો ઇલ્કાબ આપ્યો હતો. એ પછી અમે દેસાઈ કહેવાયા. અને એમાંય બામણવા, જરવલા, સાવડા અને ગોરીયાવડ સહિતના પાંચ ગામો અકબરે ભેંટ આપ્યા હતા. 745 વર્ષ જૂનો ઐતિહાસિક ચોપડો દસ્તાવેજ સ્વરૂપે સચવાયેલો આ સાથે ભાસ્કરે પાટડીના 87 વર્ષના ઇન્દ્રવદનભાઈ પટેલ, જેમને ઇન્દુચાચા તરીકે ઓળખવામાં આવે છે તેમની સાથે પણ વાતચીત કરી. તેમની પાસે 745 વર્ષ જૂનો ઐતિહાસિક ચોપડો દસ્તાવેજ સ્વરૂપે સચવાયેલો છે. ચોપડામાં શાહીથી લખાયેલા ઇતિહાસ મુજબ, વિક્રમ સંવત 1331માં નાથા રણમલ ચાંપાનેરથી વિરમગામ થઈ પાટડી આવ્યા હતા. પાટડીનો સમગ્ર પટેલ સમાજ તેમના વંશજ હોવાનું ચોપડામાં નોંધાયું છે. આ ઐતિહાસિક ચોપડામાં મળી આવેલી અત્યંત દુર્લભ માહિતી અનુસાર સમગ્ર પાટડીનો પટેલ અને દેસાઇ સમાજ એક માત્ર નાથા રણમલનો જ વંશજ છે. નાથા રણમલની 16મી પેઢી આજે હયાત અમારા બાપ દાદાઓએ બનાવેલો પ્રાચીન ચોપડો છે, જેમાં પાટડીમાં અંદાજે સાડા સાતસો વર્ષ પહેલા આ ચોપડામાં સૌથી પહેલું નામ નાથા રણમલનું લખેલુ છે. જેમને કુલ છ પુત્રો હતા અને પાટડીમાં હાલના તમામ પટેલો અને દેસાઈઓ એમના જ વંશજ છે, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે, પણ નાથા રણમલ કોણ હતું એનો કોઈ ઉલ્લેખ આ ચોપડામાં નથી. આ અત્યંત જર્જરીત ચોપડામાં લખાયેલી દુર્લભ વિગતો અને વંશવેલા મુજબ હાલમાં એમની 16મી પેઢી હયાત છે. નાથા રણમલને વેણા નાથા, શાણા નાથા, ભાણા નાથા, પરખા નાથા, રાણા નાથા અને હરખા નાથા એમ કુલ છ પુત્રો હતા. જેમાં રાણા નાથા અને હરખા નાથાનો આગળ વંશ ન હતો. પાટડી એ સમગ્ર દેશમાં કડવા પાટીદારોનું એકમાત્ર રાજ્ય હતું પાટડીના ઇતિહાસ પર પી.એચ.ડી.કરનારા પ્રોફેસર ડૉ.હર્ષદ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, નાથા રણમલ એ વિરમગામ સ્ટેટના રાજવી હતા. બાદમાં એમને પાટડી સ્ટેટ સોપવામાં આવતા તેઓ સૌ પ્રથમ પાટડી આવ્યા હતા. પાટડીના પ્રાચીન ઇતિહાસના લેખા જોખા શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. પાટડી એ સમગ્ર દેશમાં પાટીદાર સમાજનું એકમાત્ર રાજ્ય હતુ. પાટડીની ઐતિહાસિક ધરોહર સમો જાજરમાન કિલ્લો અને હવા મહેલ આજેય પ્રાચીન ઇતિહાસની ઝાંખી કરાવે છે. 'પાટડી' નામ પડવા અંગે અલગ અલગ માન્યતાઓ એક માન્યતા મુજબ, ઝાલા રાજવીઓનું પાટનગર બન્યા પછી ‘પાટ’ પરથી પાટડી નામ પડ્યું હોઈ શકે. રબારી ચોપડા મુજબ, બકરીના નામ પરથી ‘પાદડી’નું રૂપાંતર થઈ પાટડી નામ પડ્યું હોવાનું કહેવાય છે. બીજી માન્યતા મુજબ, ઇમારતનો મોટો ભાર પાટડી એટલે કે લાકડાના પાટડા પર રહેતો હોવાથી તેનું નામ પાટડી પડ્યું હોઈ શકે. હાલમાં પાટડીમાં મુખ્યત્વે દેસાઈ અને પટેલ સમાજની વસ્તી છે.
    Click here to Read More
    Previous Article
    'मशीन के सामने खड़ा होना बहुत मुश्किल है' Surat Workers | Migrant workers | Embroidery Workers
    Next Article
    દિવાળીના સમયે વિજલપોરમાં RCC રોડનું કામ શરૂ:શિવાજી ચોકથી સરદાર ચોક સુધીનો રસ્તો વન-વે કરાયો, ગ્રાહકો ઘટતાં વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment