Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક માસના કેમ્પો દ્વારા સ્થળ પર જ લાભ:શેરી ફેરિયાઓની પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રૂ. 5.61 કરોડની લોન મંજૂર કરાઈ

    10 घंटे पहले

    ભારત સરકારની મહત્વકાંક્ષી પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત પોરબંદર શહેરના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવા પોરબંદર મહાનગરપાલિકાની એન.યુ.એલ.એમ. શાખા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિના દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિશેષ કેમ્પો યોજીને પાત્રતા ધરાવતા નાના ધંધાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લોનનો લાભ આપવામાં આવ્યો હતો. વર્ષ 2020થી શરૂ થયેલી આ કલ્યાણકારી યોજના હેઠળ પોરબંદરના હજારો નાના વેપારીઓ ડિજિટલ અને આર્થિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, પોરબંદર શહેરના નોંધાયેલા કુલ 5,963 શેરી ફેરિયાઓમાંથી અત્યાર સુધીમાં 5,281 લાભાર્થીઓને રૂ. 5,61,00,000/- ની જંગી લોન સહાય પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, તાજેતરમાં શરૂ થયેલી પી.એમ. સ્વનિધિ 2.0 યોજના હેઠળ 1,227 ફેરિયાઓના ફોર્મ ભરીને 773 લાભાર્થીઓના ખાતામાં રૂ. 1,15,95,000/- ની લોન જમા કરાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 1 થી 30 જૂન, 2026 દરમિયાન ઉજવાયેલા ''પી.એમ. સ્વનિધિ મહોત્સવ'' અભિયાન હેઠળ એન.યુ.એલ.એમ. શાખાના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી, કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર અલ્પાબેન મકવાણા અને મનીષાબેન ચાંચીયાની ટીમ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ એક માસના ગાળામાં 521 નવી અરજીઓ મેળવી, તેમાંથી 306 ફોર્મ મંજૂર કરી 289 લાભાર્થીઓના ખાતામાં રૂ. 82.50 લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ બાકી રહેલા તમામ પાત્ર ફેરિયાઓ સુધી આ લોનનો લાભ પહોંચાડવા માટે ઓન-ધ-સ્પોટ નોંધણી અને માર્ગદર્શન કેમ્પોની પ્રક્રિયા સતત ચાલુ રાખવાની જાહેરાત પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જૂન-2026 સ્વનિધિ મહોત્સવ અભિયાનની સિદ્ધિ જૂન માસમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા જૂન મહિનામાં વિવિધ સ્થળોએ કેમ્પો યોજી 521 ફેરિયાઓના ફોર્મ ભરાયા હતા.તે પૈકી 306 અરજીઓ મંજૂર કરાઈ અને 289 લાભાર્થીઓના ખાતામાં રૂ. 82.50 લાખની લોન જમા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં શ્વાનની જગ્યાએ ટેન્ડરનું જ ખસીકરણ !:પોરબંદરમાં 7 અખતરા ફ્લોપ ગયા બાદ આઠમા ટેન્ડરમાં 2 એજન્સી મળી, હવે બાબુઓનો વેરીફિકેશનમાં વિલંબ
    Next Article
    હવામાં ભેજનું પ્રમાણ વધીને 70 ટકા પહોંચ્યું‎:મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી, લઘુતમ 27 ડિગ્રી નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment