Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 56 એસટી બસ સ્ટેશનના ટોયલેટ આધુનિક બનશે:6નું કામ પૂર્ણ, 17માં કામગીરી ચાલુ; મહિલાઓ માટે નવા WC-યુરિનલ સહિત સુવિધાઓ વધશે

    7 hours ago

    રાજ્યના એસ.ટી. બસ સ્ટેશનો પર મુસાફરોને વધુ સ્વચ્છ અને આધુનિક સુવિધા આપવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ‘ટોયલેટ બ્લોક અપગ્રેડેશન’ માટે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ રાજ્યના 56 બસ સ્ટેશનના ટોયલેટ બ્લોકનું જરૂરિયાત મુજબ રિન્યુએશન અને રિપેરિંગ કરવામાં આવશે. આ પૈકી સાવરકુંડલા, વાંસદા, ધંધુકા, ઉમરાળા, પાલિતાણા અને ઢસા એમ 6 બસ સ્ટેશનમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે 17 બસ સ્ટેશનમાં હાલ કામ પ્રગતિ હેઠળ છે. બાકીના 33 બસ સ્ટેશનમાં કામગીરી આગામી 8થી 12 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે. ટોયલેટમાં WCથી માંડીને ડ્રેનેજ સુધી સુધારણા અપગ્રેડેશન દરમિયાન ટોયલેટ બ્લોકમાં પ્લમ્બિંગ, નવા યુરિનલ્સ, WC પાન બદલવા, બારી-દરવાજાનું રિપ્લેસમેન્ટ, ફ્લોરિંગ, ઇલેક્ટ્રિફિકેશન, ડ્રેનેજ સિસ્ટમ અને કલરકામ સહિતની કામગીરી કરાશે. મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અંદાજિત 25 યુરિનલ્સ, 20 જનરલ WC અને 25 મહિલા WC વધારવાનું પણ આયોજન છે. સર્વે બાદ ‘બેઝિક ફેસિલિટી અપગ્રેડેશન પ્લાન’ એસ.ટી. નિગમ દ્વારા અગાઉ કરાયેલા સર્વેના આધારે ‘બસ સ્ટેશન બેઝિક ફેસિલિટી અપગ્રેડેશન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો, મહિલાઓ અને વડીલોને બસ સ્ટેશન પર સ્વચ્છ અને પૂરતી પાયાની સુવિધા મળી રહે તે હેતુથી જ્યાં જરૂરિયાત જણાઈ છે તેવા ટોયલેટ બ્લોકનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. ફરિયાદ માટે QR કોડ આધારિત ‘મુસાફર સેવા સેતુ’ બસ સ્ટેશનની સુવિધા અને સ્વચ્છતા અંગે મુસાફરોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવા માટે તમામ બસ સ્ટેશનો પર QR કોડ આધારિત ‘મુસાફર સેવા સેતુ’ એપ્લિકેશન પણ કાર્યરત કરવામાં આવશે. તેના માધ્યમથી મુસાફરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા સ્વચ્છતા અંગેની ફરિયાદ રીયલ-ટાઇમમાં નોંધાવી શકશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, મુસાફરોને ઉત્તમ સુવિધા આપવી એ સરકાર અને એસ.ટી. નિગમની પ્રાથમિકતા છે. આ ડ્રાઇવ પૂર્ણ થયા બાદ રાજ્યના લાખો દૈનિક મુસાફરોને વધુ સ્વચ્છ, સુવિધાજનક અને આધુનિક બસ સ્ટેશનનો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં કપાસના પાકમાં પીળાશ-સુકારાની સમસ્યા:ખેતી વિભાગની ખેડૂતોને અપીલ, 2% યુરિયા ડ્રેન્ચિંગ અને હળવા પિયતની સલાહ
    Next Article
    Beyond ‘cleaning’ voter rolls: The digital machinery behind SIR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment