Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ:મનપાના 56 ઉમેદવારોમાંથી 21 આયાતી, ભાજપના મૂળ કાર્યકરોનો વિરોધ; રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે PM મોદીને ફરિયાદ કરાઈ

    14 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જામનગર ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો છે. પક્ષના સમર્પિત અને પાયાના કાર્યકરોએ શહેર સંગઠનની કાર્યપદ્ધતિ અને ટિકિટ ફાળવણી સામે બગાવતનો સૂર છેડ્યો છે. મૂળ ભાજપ'ના નામે લખાયેલા એક વિગતવાર પત્રમાં શહેર સંગઠન પર ગંભીર આક્ષેપો કરી, તેની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ઉચ્ચ નેતાઓને મોકલવામાં આવી છે. વિચારધારાની 'હત્યા' અને આયાતી ઉમેદવારોનો દબદબો નારાજ કાર્યકર્તાઓનો મુખ્ય આક્ષેપ છે કે જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે જાહેર કરાયેલા 56 ઉમેદવારોમાંથી 21 ઉમેદવારો મૂળ ભાજપના નથી આ વિશ્લેષણ મુજબ: પત્રમાં જણાવાયું છે કે જે કોંગ્રેસની ગુંડાગીરી સામે કાર્યકરો આજીવન લડ્યા, આજે તેમના જ પાપ ધોવા માટે અને તેમના ઝંડા ઉઠાવવા માટે મૂળ કાર્યકરોને આદેશ અપાઈ રહ્યા છે, જે 'વિચારધારાની હત્યા' સમાન છે. નિયમો માત્ર વફાદારો માટે? 'નવો પરિવારવાદ' ઊભો થયો કાર્યકરોએ પક્ષમાં ચાલી રહેલા બેવડા ધોરણો સામે પણ સવાલ ઉઠાવ્યા છે. પત્રમાં આક્ષેપ છે કે પક્ષના વરિષ્ઠ અને વફાદાર કાર્યકર્તાઓને 'ઉંમર અને ટર્મની મર્યાદા' જેવા નિયમો બતાવીને ઘરે બેસાડી દેવાયા છે. બીજી તરફ, અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓના ભત્રીજાઓ અને સગા-સંબંધીઓને ટિકિટ આપીને પક્ષમાં 'નવો પરિવારવાદ' ઉભો કરવામાં આવ્યો છે. શહેર સંગઠન પર ગંભીર આક્ષેપો સંગઠનની વર્તમાન સ્થિતિને કાર્યકરોએ 'ખાનગી પેઢી' સાથે સરખાવી છે. શહેર પ્રમુખ અને તેમની ટીમ પર આકરા પ્રહારો કરતા જણાવાયું છે કે સંગઠનમાં નિષ્ઠાવાન કાર્યકરોને બદલે કોર્પોરેશનના મોટા કોન્ટ્રાક્ટરો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોનો પ્રભાવ વધી ગયો છે. શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા કોર્પોરેશનના સિક્યુરિટી કોન્ટ્રાક્ટર છે. અન્ય એક મહામંત્રી મૃગેશ દવે પર 'બોગસ તબીબ' તરીકે પ્રેક્ટિસ કરવાના ગંભીર આક્ષેપો અને ભૂતકાળમાં સસ્પેન્શનની કાર્યવાહી થઈ હોવાનો ઉલ્લેખ છે. ભાવેશ ઠુમ્મર સામે અગાઉ ખોટું આધારકાર્ડ રજૂ કરવાના મામલે શિસ્તભંગના પગલાં લેવાયા હોવા છતાં તેમને જવાબદારી સોંપાઈ છે. ચૂંટણી જીતવા 'આયાતી' ચહેરાઓનો સહારો પત્રમાં વોર્ડ વાઈઝ આયાતી ઉમેદવારોના નામ સાથેની યાદી બિડાણ તરીકે જોડી છે. જેમાં મૌન તોડવું એ પક્ષ પ્રત્યેની વફાદારી નારાજ જૂથે ચેતવણી આપી છે કે જો સંગઠનમાં તાત્કાલિક ધરખમ ફેરફાર કરવામાં નહીં આવે અને આ 'ભ્રષ્ટ' સંગઠનનું વિસર્જન નહીં કરાય, તો પાયાના કાર્યકરો નિષ્ક્રિય થઈ જશે. પત્રના અંતે લખ્યું છે કે, "અમે પક્ષના શિસ્તબદ્ધ સૈનિક છીએ એટલે અત્યાર સુધી મૌન રહ્યા, પણ હવે મૌન રહીશું તો એ પક્ષ પ્રત્યેની ગદ્દારી ગણાશે." આ મામલે હવે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ શું પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાણી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાની ચૂંટણી:વોર્ડ-1માં અપક્ષ ઉમેદવારની રેલી મંજૂરી રદ, સમર્થકો અને મહિલાઓએ ડોર-ટુ-ડોર પ્રચાર કરી શક્તિ પ્રદર્શન કર્યું
    Next Article
    Ground Report | ચિંતા વધારશે ચોમાસુ | હજુ કેટલા ઘા આપશે કુદરત | Weather Forecast | Gujarat News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment