Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનરલ કેટેગરીનું કટ ઓફ 555થી 565 માર્ક્સની વચ્ચે અટકશે:રિ-નીટનું પેપર અઘરું રહેતાં સ્કોર નીચો ગયો વડોદરામાં 22 વિદ્યાર્થીનો 600થી વધુ સ્કોર

    15 hours ago

    મે મહિનામાં લેવાયેલી પરીક્ષા કરતાં જુલાઈમાં લાવોયેલી રિ-નીટનું પેપર અઘરું હોવાના કારણે આ વખતે વિદ્યાર્થીઓનો સ્કોર નીચો ગયો છે. વડોદરામાં 22 વિદ્યાર્થીઓએ 600થી વધુ સ્કોર કર્યો છે. સરકારી મેડિકલ કોલેજોમાં જનરલ કેટેગરીનું કટ ઓફ 555થી 565 માર્ક્સની વચ્ચે અટકશે. નોંધનીય છે કે, વડોદરામાં સરકારી અને ખાનગી કોલેજો મળીને એમબીબીએસની કુલ 850 બેઠકો છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે લેવામાં આવતી નીટની પરીક્ષા આ વખતે બીજી વાર લેવાની ફરજ પડી હતી. પ્રથમ વખત પેપર લીક થવાની ઘટનાને પગલે પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી જુલાઈ મહિનામાં નીટની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા અઘરી હોવાના કારણે આ વખતે પરિણામ નીચું આવ્યું છે. જોકે, મેડિકલ ક્ષેત્રે સ્નાતક કક્ષાએ એમબીબીએસ, બીએચએમએસ, બીડીએસ અને બીએએમએસ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષા આપવી જરૂરી હોય છે, જેમાં તેમની પ્રથમ પસંદગી મુખ્યત્વે એમબીબીએસ કોર્સની હોય છે. મારી સફળતાનો જશ સ્ટડી પ્લાનિંગ, લક્ષ્ય અને ધ્યેય છે સફળતાનો જશ હું સ્ટડી પ્લાનિંગ, નક્કી કરેલા લક્ષ્ય અને ધ્યેયને આપું છું. પરિશ્રમથી જ સફળતા મળે તે યુનિવર્સલ છે. રિ-નીટ થતાં શરૂઆતમાં મન નહોતું લાગતું, પણ પછી મન મક્કમ કરીને તૈયારી શરૂ કરી હતી. > આરવ શાહ, સ્કોર 685, AIR 176 હાર્ડવર્કનો ક્યારેય કોઈ વિકલ્પ નથી હોતો શોર્ટકટ કામચલાઉ છે, જ્યારે હાર્ડવર્કનો કોઈ વિકલ્પ નથી. આ વાત મેં રોજ 15 કલાકની મહેનતને અંતે અનુભવી છે. નિયમિત રહો તો જે તે ક્ષેત્રમાં ટોપ પર પહોંચી જ શકાશે. > રામ કારીઆ, સ્કોર 681, AIR 240 રિ-નીટને પગલે વિદ્યાર્થીઓ માનસિક દબાણમાં હોવાથી રિઝલ્ટનીચું ગયું રિ-નીટનું પેપર અઘરું હતું. જે વિદ્યાર્થીઓએ પહેલેથી ટફ લેવલની તૈયારી કરી હતી, તેઓ પરીક્ષામાં સારું પર્ફોર્મન્સ આપી શક્યા છે. પરિણામ નીચું રહેવા પાછળનું સૌથી મોટું કારણ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ છે. નીટની પહેલી પરીક્ષા પૂરી થયા બાદ જે વિવાદ થયો તેના લીધે મહત્તમ વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણ, પરેશાની અને ડિપ્રેશનમાં આવી ગયા હતા.​આવા માહોલમાં પણ જે વિદ્યાર્થીઓએ આ 2 મહિના દરમિયાન પોતાની જાતને માનસિક રીતે મજબૂત રાખી તેઓ સારું પરિણામ લાવી શક્યા છે. પરંતુ બધા જ વિદ્યાર્થીઓ આવી સ્થિતિમાં પોતાને મજબૂત રાખી શકતા નથી. સરકારી મેડિકલ કોલેજમાં MBBS સીટ માટે અપેક્ષિત કટ ઓફ માર્ક્સ વડોદરા શહેર-જિલ્લાની મેડિકલ કોલેજોની સ્થિતિ કુલ : એમબીબીએસ સીટ : 850
    Click here to Read More
    Previous Article
    લેબગ્રોન ડાયમંડમાં ચમકારો:જૂનનું એક્સપોર્ટ એક વર્ષમાં 68% વધી 962 કરોડે પહોંચ્યું, 2025માં 572 કરોડ એક્સપોર્ટ થયું હતું
    Next Article
    સ્ટેજ પાસે દર્શન કરવા મહિલાઓ ઊભી હતી ત્યારે ખેલ પાડ્યો:રથયાત્રામાં 2 મહિલાઓનાં ઘરેણાં સેરવ્યાં મોગિયા ગેંગની 3 મહિલા સહિત 9 ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment