Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેજ પાસે દર્શન કરવા મહિલાઓ ઊભી હતી ત્યારે ખેલ પાડ્યો:રથયાત્રામાં 2 મહિલાઓનાં ઘરેણાં સેરવ્યાં મોગિયા ગેંગની 3 મહિલા સહિત 9 ઝબ્બે

    15 hours ago

    ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડનો લાભ લઈને તસ્કરો ત્રાટક્યા હતા. કાલાઘોડા નજીક સંતોના સ્ટેજ પાસે દર્શન કરવા ઉભેલી બે મહિલાઓના ગળામાંથી ગઠિયાઓ રૂ.1.10 લાખની સોનાની ચેન અને રૂ.1.10 લાખનું મંગળસૂત્ર આંચકી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ, રથયાત્રા અને અન્ય વિસ્તારોમાંથી કુલ 4 ફોનની ચોરી થઈ હતી. જેમાં સયાજીગંજ પોલીસે એક ગઠિયાને બે ફોન સાથે પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય બે ફોન અંગે કારેલીબાગ અને રાવપુરા પોલીસે ગુનો નોંધ્યો હતો. શહેરના અન્ય કોઈ ભાગમાંથી સોના દાગીના, ફોન વગેરે ચોરાયું હતું કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે ચોરી કરનાર આંતરરાજ્ય મોગીયા ગેંગને પકડી પાડી તપાસ શરૂ કરી હતી. સયાજીગંજ, રાવપુરા, કારેલીબાગમાં ચોરનો હાથફેરો સયાજીગંજ પોલીસે ગાર્ડન હોસ્ટલ નજીક ફોન વેચવા ઉભેલા એક યુવકને પકડ્યો હતો. તેણે પોતે વિશાલ રસીક રાઠોડ (રહે, જેતલપુર ગરનાળા પાસે) હોવાનું કહ્યું હતું. પૂછપરછમાં રથયાત્રામાં ભીડનો લાભ લઇ ફોનની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે બે ફોન જપ્ત કર્યા હતાં. રાવપુરા સંતરામ મંદિર પાસે તરસાલીના સૂર્યપ્રકાશ જગન્નાથ ઉપાધ્યાયનો ફોન ચોરાયો હતો. જ્યારે તરસાલીના અતુલ આત્મારામ જાધવનો ફોન એસએસજી હોસ્પિટલ બહારથી ચોરાઈ ગયો હતો. આંતરરાજ્ય ગેંગે શિવજી કી સવારીમાં ચોરી કરી હતી મોગીયા ગેંગને ક્રાઈમ બ્રાન્ચે પકડી છે. ગેંગ પંજાબનો સુંદર ચૌહાણ ચલાવતો હતો. ગેંગમાં 3 મહિલા છે. પ્રાથમિક પૂછપરછમાં યાત્રામાં 3 સોનાની ચેન તોડી હોવાની કબુલાત કરી હતી. આ ગેંગ શિવજી કી સવારીમાં આવી હતી અને 2 સોનાની ચેન તોડી હતી. જોકે તે અંગે કોઈ ફરિયાદ થઈ નહોતી. ગેંગના અન્ય સભ્યોની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. કાલાઘોડા પાસે મહિલા પ્રસાદના વાહન પાસે ગયા, ત્યારે ચેન તોડી ન્યુ સમા રોડ રહેતા જાનકીબેન પરમાર રથયાત્રાના દર્શન કરવા કાલાઘોડાના સ્ટેજ પાસે ઉભા હતા. 4 વાગ્યે રથ આવતા દર્શન કરી તે પ્રસાદના વાહન પાસે ગયા હતા. ભીડનો લાભ લઈ ગઠિયો તેમણે પહેરેલી રૂ.1.10 લાખની સોનાની ચેન આંચકી ફરાર થઈ ગયો હતો. 3 મહિલા સહિત ગેંગના 9 પકડાયા રથનો રસ્સો ખેંચવા ગયેલા મહિલાનું મંગળસુત્ર તોડ્યું સુભાનપુરા રહેતા શિક્ષીકા જ્યોતિબેન મોરે કાલાઘોડા સ્ટેજ પાસે ઉભા હતા. રથ આવતા રસ્સો ખેંચવા ગયા જ્યાં ગઠિયાએ રૂ.1.10 લાખનું મંગળસુત્ર તોડ્યું હતું. જ્યોતિબેને તેને ભાગતો જોયો હતો.
    Click here to Read More
    Previous Article
    જનરલ કેટેગરીનું કટ ઓફ 555થી 565 માર્ક્સની વચ્ચે અટકશે:રિ-નીટનું પેપર અઘરું રહેતાં સ્કોર નીચો ગયો વડોદરામાં 22 વિદ્યાર્થીનો 600થી વધુ સ્કોર
    Next Article
    રાજકોટનો સગીર 4 દી’થી ભેદી સંજોગોમાં ગુમ:‘મમ્મી હું 5 મિનિટમાં જ આવું છું’ કહી નિકળેલો તરૂણ લાપતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment